હડકંપ@દિયોદર: જૂની તકરારમાં મોડીરાત્રે શોરૂમ સળગાવ્યો, ગંભીર ફરિયાદ

અટલ સમાચાર, દિયોદર દિયોદરમાં ગત દિવસે ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુના શોરૂમમાં ભયાનક આગની ઘટના બની છે. જેમાં સૌથી મોટો વળાંક આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટને બદલે ષડયંત્ર હોવાની ફરિયાદ થઇ છે. શોરૂમના માલિકે કૌટુંબિક ભાઇ ઉપર આગ લગાવી કારસો રચ્યો હોવાની openફરીયાદ નોંધાવી છે. જૂની તકરારમાં મોડીરાત્રે આગ ચાંપી આરોપીઓ ફરાર થઈ
 
હડકંપ@દિયોદર: જૂની તકરારમાં મોડીરાત્રે શોરૂમ સળગાવ્યો, ગંભીર ફરિયાદ

અટલ સમાચાર, દિયોદર

દિયોદરમાં ગત દિવસે ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુના શોરૂમમાં ભયાનક આગની ઘટના બની છે. જેમાં સૌથી મોટો વળાંક આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટને બદલે ષડયંત્ર હોવાની ફરિયાદ થઇ છે. શોરૂમના માલિકે કૌટુંબિક ભાઇ ઉપર આગ લગાવી કારસો રચ્યો હોવાની openફરીયાદ નોંધાવી છે. જૂની તકરારમાં મોડીરાત્રે આગ ચાંપી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં આગની ઘટનામાં ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે. ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુના શોરૂમમાં આગ લાગી હોવાનું જાણી માલિકે તપાસ કરી હતી. જેમાં શોરૂમ ધરાવતાં વ્યક્તિ ગૌસ્વામી મયંકગીરી લાખણી તાલુકાના રહીશ છે. તેમના કૌટુંબિક ભાઇ ખેમગીરી ભીખાગીરી ગૌસ્વામી સાથે અગાઉથી મનમેળ નથી. આ દરમ્યાન ફોન ઉપર શોરૂમ સળગાવી દેવા સહિતની ધમકી આપી હોવાનું ધ્યાને લઇ ફરિયાદ નોંધાવી છે. જેમાં પૂર્વ આયોજિત ષડયંત્ર મોડી રાત્રે 1 વાગ્યાના સુમારે આગચંપી કરી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ દિયોદર પોલીસ મથકે આપી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમ્યાન જો જૂની તકરાર સામે બદલો લીધો હોય તો અત્યંત શર્મનાક બન્યું છે. ફરિયાદી મયંકગીરીએ અમદાવાદ રહેતા ખેમગીરી વિરુદ્ધ ફરિયાદ આપતાં દિયોદર પોલીસ આઇપીસી કલમ 436,427,294(B), 506(2),,120(B) મુજબ તપાસ શરૂ કરી છે. જોકે લોકડાઉન દરમ્યાન બદલાની ભાવનાથી મોટો કારસો પાર પાડ્યો હોવા બાબતે સૌથી મોટી ફરિયાદ કરી છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર અને ખળભળાટ મચી ગયો છે.