હડકંપ@દેશઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને કોરોના, ટ્વીટ કરી જાણકારી આપી

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં કોવિડ-19 આઉટબ્રેકની શરૂઆતથી શાહ સતત મોનિટરિંગમાં લાગ્યા હતા. રાજધાની જિલ્લાની સ્થિતિને તેમણે ખુદ મોનિટર કરી. તેમણે ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓની સાથે બેઠક કરી કોવિડ-19ની તાજા સ્થિતિની માહિતી મેળવતા હતા. લોકડાઉન બાદ દેશમાં અનલોકની પ્રક્રિયાને લઈને ગાઇડલાઇન તૈયાર કરાવવામાં પણ શાહની મહત્વની ભૂમિકા રહી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
હડકંપ@દેશઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને કોરોના, ટ્વીટ કરી જાણકારી આપી

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં કોવિડ-19 આઉટબ્રેકની શરૂઆતથી શાહ સતત મોનિટરિંગમાં લાગ્યા હતા. રાજધાની જિલ્લાની સ્થિતિને તેમણે ખુદ મોનિટર કરી. તેમણે ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓની સાથે બેઠક કરી કોવિડ-19ની તાજા સ્થિતિની માહિતી મેળવતા હતા. લોકડાઉન બાદ દેશમાં અનલોકની પ્રક્રિયાને લઈને ગાઇડલાઇન તૈયાર કરાવવામાં પણ શાહની મહત્વની ભૂમિકા રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભારતમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. હવે ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. ડોક્ટરોની સલાહ બાદ તેઓ મેદાંતા હોસ્પિટલમાં દાખલ થયા છે. ખુદ ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમણે રવિવારે સાંજે એક ટ્વીટમાં આ જાણકારી આપી છે. તેમની તબીયત સારી છે પરંતુ ડોક્ટરોના કહેવા પર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યાં છે. શાહે કહ્યુ કે, શરૂઆતી લક્ષણ દેખાયા બાદ તેમણે ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે લોકોને વિનંતી કરી છે કે જે પણ છેલ્લા થોડા દિવસથી સંપર્કમાં આવ્યા હોવ, તે ખુદને આઇસોલેટ કરીને પોતાની તપાસ કરાવે.