આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોનાકાળ વચ્ચે રાજ્યમાં મનરેગા યોજનામાં ઓનલાઇન મસ્ટર અને પ્રમાણપત્રમાં તલાટીની સહીને લઇ તલાટી મંત્રી મહામંડળે મોટો આદેશ કર્યો છે. જે મુજબ મનરેગા યોજનામાં ચાલતાં સામૂહિક કે વ્યક્તિત કામના ઓનલાઇન મસ્ટર કે, કામના ફોટા કે કામ નિયમ મુજબ પુર્ણ થવાના પ્રમાણપત્રમાં તલાટી મંત્રીઓને સહી નહીં કરવા આદેશ કર્યો છે. મહામંડળના પત્ર મુજબ રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ મનરેગાના ઓનલાઇન મસ્ટરમાં તલાટી મંત્રીની સહી લેવાનું નક્કી થયેલ નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળે એક પત્ર દ્રારા તમામ તલાટીઓને મહત્વનો આદેશ કર્યો છે. પત્ર મુજબ રાજ્યના તલાટી મંત્રીઓને મનરેગા યોજના અન્વયે થતાં કામોના ઓનલાઇન મસ્ટરમાં સહી કરવા ફરજ પાડવામાં આવે છે. જોકે સરકારની ગાઇડલાઇન મુજબ મનરેગા ઓનલાઇન મસ્ટરમાં તલાટી મંત્રીની સહી લેવાનું નક્કી થયેલ નથી. આ સાથે આ જવાબદારી મેટ અને ગ્રામ રોજગાર સેવકની છે. આ તરફ મનરેગા મસ્ટર ઓનલાઇન નીકળતું હોઇ તેમાં પણ ક્યાંય તલાટી મંત્રીનો ડેઝિગ્નેશન છપાઇને આવતો નથી. જેથી તલાટી મંત્રીએ મસ્ટરમાં સહી કરવાની થતી ન હોવાનું જણાવ્યુ છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, તલાટી મહામંડળના પત્ર મુજબ તલાટીની સહી માટે બિનજરૂરી આગ્રહ રાખવામાં આવે છે. આ સાથે કામ નિયમ મુજબ પુર્ણ થયાનું પ્રમાણપત્ર પણ તલાટી મંત્રી પાસેથી લેવામાં આવે છે. જોકે તે જવાબદારી ટેક્નિકલ કર્મચારીની હોવાનું પત્રમાં જણાવ્યુ છે. જેને લઇ હવે રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્રારા ભારત સરકારની મનરેગા યોજનાલક્ષી ગાઇડલાઇન અનુસરતાં તલાટીઓને આદેશ કરવામાં આવ્યો છે. જેમાં મનરેગા યોજનામાં ચાલતાં સામૂહિક કે વ્યક્તિગત કામના ઓનલાઇન મસ્ટર કે, કામના ફોટા કે કામ નિયમ મુજબ પુર્ણ થવાના પ્રમાણપત્રમાં તલાટી મંત્રીઓને સહી કરવી નહી તેવો આદેશ અપાયો છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code