આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસની મહામારીને લઇ આરોગ્યતંત્ર હરકતામાં આવી ગયુ છે. ગુજરાતમાં દિનપ્રતિદિન કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમ છતાં પણ ગુજરાતમાં દારૂ બંધીની વાતો માત્ર કાગળ પર જ હોય તેવુ લાગી રહ્યું છે. રાજ્યમાં દારૂ આવતો રોકવા જે પોલીસને જવાબદારી સોપય છે તેની જ ગાડીમાંથી જો દારૂ મળે તો કેવું લાગે? આવી જ એક ઘટના મહિસાગરમાં સામે આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહિસાગરના પ્રતાપપુરા સર્કલ પાસેથી પોલીસની જીપમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. સંતરામ પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે એક પોલીસ જીપ શંકાસ્પદ હાલતમાં જણાતા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન 504 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.  પોલીસે જીપ ચાલક નીતિન પારગીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને કોર્ટમા રજૂ કરતા  ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code