આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,મેઘરજ

મેઘરજમાં કોરોના પોઝિટીવ દર્દી ફરાર થઇ જવાની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. ઘટનાને લઇ આરોગ્ય વિભાગ અને પોલીસે આખી રાત દોડધામ કરી કોરોનાગ્રસ્ત દર્દીની શોધખોળ હાથ ધરી હોવા છતાં હજી સુધી તેનો કોઇ પત્તો લાગ્યો નથી. પ્રાથમિક તપાસમાં યુવક જીલ્લા બહારનો અને મેઘરજની સોસાયટીમાં રહેતો હોવાનું સામે આવ્યુ છે. જોકે યુવકનો કોરોના પોઝિટીવ હોવાથી સંક્રમણ ફેલાવાની સંભાવનાઓને નકારી શકાય નહિ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જિલ્લામાં બુધવારના રોજ અચાનક કોરોના વિસ્ફોટ થયો હતો અને એક સાથે 25 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં ભિલોડા તાલુકાના 10 અને મોડાસા તાલુકાના 13 અને મેઘરજ તથા ધનસુરામાંથી 1-1 કેસ મળી કુલ કોરોના પોઝિટિવના 25 મળી આવ્યા છે. આ દરમ્યાન મેઘરજ નગરની એક સોસાયટીમાં રહેતા40 વર્ષનો વ્યક્તિને કોરોના પોઝિટીવ આવ્યો છે. આ યુવક ગઇકાલે રાતે 8 વાગ્યાની આસપાસ ફરાર થયો હતો. આ વ્યક્તિ જિલ્લા બહારથી આવ્યો હતો. આ યુવકને જાણ થઇ કે, પોતાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ છે તેની સાથે જ તે ફરાર થયો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આરોગ્ય વિભાગ અને પોલીસની ટીમે આખી રાત શોધખોળ કરી પરંતુ તેની કોઇ ભાળ હજી સુધી મળી નથી. આ ઘટનાને કારણે આખા પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. બુધવારે અરવલ્લી જિલ્લામાં જુદા જુદા સ્થળે મળીને 25 કેસ નોંધાયા હતા. ત્યારે અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીના કુલ 47 કેસ નોંધાયા સમગ્ર જિલ્લામાં ફફડાટ ફેલાયો છે. જિલ્લાના મોડાસામાં 5, શિલાદ્રી, શોભાયડામાં 3, ટીંટોઈ, બ્રહ્મપુરી, અમલાઈમાં 3, લિંભોઈ, મેઘરજ, સુરપુર, જનાલી ટાંડામાં 3, કરણપુર, સુનોખ, શામપુર, ખડોદા, જાબચીતરીયામાં કેસ નોંધાયા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code