આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર વિરૂધ્ધ છેક અમદાવાદ જીલ્લામાં ફરીયાદ દાખલ થઇ છે. પત્નિ હોવાનું જણાવી મહિલાએ લગ્નજીવન દરમ્યાન ત્રાસ મળતો હોવાનું લખાવ્યુ છે. જેમાં નાયબ મામલતદાર અને તેમના પુત્રો સતત અવગણના કરી ઘરમાંથી કાઢી મુકી હોવાનો આક્ષેપ કર્યો છે. ફરીયાદમાં પતિને અન્ય મહિલા સાથે આડાસંબંધો હોવાનો ચોંકાવનારી વિગતો લખાવી છે. કર્મચારી અને મહિલાના લગ્નજીવનમાં તબક્કાવાર વળાંકો આવ્યા હોવાનું ફરીયાદને પગલે સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતની મહેસાણા કલેક્ટર કચેરીની રેકર્ડ શાખામાં રજનીકાંત વડસ્મીયા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. નાયબ મામલતદાર રજનીકાંત વિરૂધ્ધ અમદાવાદ જીલ્લાના સાબરમતી પોલીસ મથકે પોતાને પત્નિ તરીકે ગણાવતી કંચનબેન નામની મહિલાએ ફરીયાદ નોંધાવી છે. જેમાં રજનીકાંત અને તેમના પુત્રો દ્રારા વારંવાર માનસિક અને શારીરિક ત્રાસ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. હકીકતે નાયબ મામલતદાર રજનીકાંતની અગાઉની પત્નિનું મૃત્યુ થયા બાદ બીજા લગ્ન કરી કંચનબેન પત્નિ તરીકે આવ્યા હોવાનું ફરીયાદમાં લખાવ્યુ છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કંચનબેન નામની મહિલાના અગાઉ લગ્ન થયા હતા. જેમાં તેઓને સંતાનમાં બે પુત્રીનો જન્મ થયા બાદ ટુંકાગાળામાં પતિ સાથે છુટાછેડા લીધા હતા. આ તરફ નાયબ મામલતદાર રજનીકાંતની પત્નિએ બે પુત્રોને જન્મ આપ્યા બાદ જીવ ગુમાવ્યો હતો. આથી કંચનબેનના પરિજનોને નાયબ મામલતદાર રજનીકાંત સાથે પરીચય થતાં સંપર્કમાં આવ્યા હતા. જેમાં કંચનબેનની ફરીયાદ મુજબ પતિ રજનીકાન્ત અને તેમની અગાઉની પત્નિના પુત્રો વારંવાર માનસિક પરેશાન કરતાં હોવાનું લખાવ્યુ છે. ફરીયાદને પગલે સાબરમતી પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ 498A, 323, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ રહ્યા આરોપીઓના નામ:

27 Sep 2020, 2:44 AM (GMT)

COVID-19 Global Stats

33,053,209 Total Cases
998,716 Death Cases
24,405,924 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code