હડકંપ@મહેસાણા: આજે એકસાથે 40 કેસ આવ્યાં, 21 દર્દી સાજા થતાં રજા અપાઇ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જીલ્લામાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ હોઇ દરરોજ કોરોના વિસ્ફોટ થઇ રહ્યો છે. આ તરફ આજે જીલ્લામાં એકસાથે નવા 40 દર્દી ઉમેરાતાં ખળભળાટ મચી ગયો છે. આ તરફ આજે નવા 21 દર્દી કોરોનાની સારવાર દરમ્યાન સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન
 
હડકંપ@મહેસાણા: આજે એકસાથે 40 કેસ આવ્યાં, 21 દર્દી સાજા થતાં રજા અપાઇ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જીલ્લામાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ હોઇ દરરોજ કોરોના વિસ્ફોટ થઇ રહ્યો છે. આ તરફ આજે જીલ્લામાં એકસાથે નવા 40 દર્દી ઉમેરાતાં ખળભળાટ મચી ગયો છે. આ તરફ આજે નવા 21 દર્દી કોરોનાની સારવાર દરમ્યાન સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપવા કવાયત શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણામાં આજે એકસાથે નવા 40 લોકો કોરોના પોઝિટીવ જાહેર થયા છે. આ તરફ અગાઉ પોઝિટીવ જાહેર થયેલા 21 લોકો સારવાર દરમ્યાન સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે મહેસાણા શહેરમાં એકસાથે નવા 11, ઊંઝા શહેરમાં 7, કડી શહેરમાં 2, વડનગર શહેરમાં 2 અને વિસનગર શહેરમાં 3 મળી શહેરી વિસ્તારમાં નવા 25 કેસ નોંધાયા છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે મહેસાણા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજે 15 કેસ નોંધાયા છે. જેમાં મહેસાણા તાલુકાના ગોઝારીયા, દેદીયાસણ અને લાખવડમાં 1-1, ઊંઝા તાલુકાના કરલી, કહોડા, કામલી, ઐઠોરમાં 1-1 અને વણાગલામાં 2, કડી તાલુકાના કુંડાળમાં 1, બેચરાજી તાલુકાના કનોડામાં 1, જોટાણા તાલુકાના કાનપુરમાં 1, વિજાપુર તાલુકાના તાતોસણમાં 1, વિસનગર તાલુકાના કાંસા એનએ અને વાલમમાં 1-1 કેસ મળી જીલ્લામાં કુલ 40 કેસ નોંધાયા છે.