હડકંપ@પાલનપુર: કલેક્ટર બંગલા નજીકના 2 ATM તોડી લાખોની ચોરી

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) પાલનપુર શહેરના બે અલગ-અલગ બેંકોના ATM ઉપર તસ્કરોએ હાથ નાખી ચોરી કરી હોવાનું સામે આવ્યુ છે. બનાસકાંઠા કલેક્ટર અને જીલ્લા પોલીસ અધિક્ષકના બંગલા નજીક આવેલા ATMને તોડી લાખોની લુંટ કરવામાં આવી છે. ઘટનાને પગલે પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરવા સહિતની કામગીરી હાથ ધરી આરોપીઓને પકડી લેવા દોડધામ શરૂ કરી છે.
 
હડકંપ@પાલનપુર: કલેક્ટર બંગલા નજીકના 2 ATM તોડી લાખોની ચોરી

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

પાલનપુર શહેરના બે અલગ-અલગ બેંકોના ATM ઉપર તસ્કરોએ હાથ નાખી ચોરી કરી હોવાનું સામે આવ્યુ છે. બનાસકાંઠા કલેક્ટર અને જીલ્લા પોલીસ અધિક્ષકના બંગલા નજીક આવેલા ATMને તોડી લાખોની લુંટ કરવામાં આવી છે. ઘટનાને પગલે પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરવા સહિતની કામગીરી હાથ ધરી આરોપીઓને પકડી લેવા દોડધામ શરૂ કરી છે.

સોમવારે મોડીરાત્રે પાલનપુર શહેરના ડેરી રોડ પર 2 ATM મશીનમાં તસ્કરોએ લાખોની લુંટ મચાવી હોવાનું બહાર આવતા હડકંપ મચી ગયો છે. સ્ટેટ બેંક અને આઇડીબીઆઇ બેંકના ATM તોડી તસ્કરો નાણાંની ચોરી કરી ગયા છે. ATM મશીન બનાસકાંઠા ડીએમ અને એસપી બંગલાથી માત્ર પ૦૦ મીટરના અંતરે હોવા છતાં તસ્કરો ચોરી કરવામાં સફળ રહ્યા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, એકસાથે બે ATM મશીન તોડી અંદાજીત લાખોની રકમ ઉઠાવી ગયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ઘટનાને પગલે બેંક દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, બેંકના ATMની અંદર આવેલા સીસીટીવી કેમેરા ચોરને પકડવા મહત્વપૂર્ણ સાબિત થતા હોઇ ટેકનિકલ ખામી ન હોય તો તસ્વીરના આધારે આરોપીઓની ઓળખ થઇ શકશે.