આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

કોરોના કહેર વચ્ચે પાલનપુરમાં લગ્નના 15 વર્ષ બાદ દહેજ બાબતે ચોંકાવનારી ઘટના સામે આવી છે. બનાસકાંઠા જીલ્લા પ્રાથમિક શિક્ષકોની મંડળીના ડિરેક્ટર સામે તેમની જ પત્નિએ દહેજ માંગણી અને મારઝૂડની ફરીયાદ નોંધાવી છે. વિગતો મુજબ ડીસા તાલુકાના ગામે સી.આર.સી. કો-ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતાં ઇસમે તેની પત્નિ સાથે અવાર-નવાર મારઝૂડ કરી હતી. આ સાથે પોતાને અન્ય કેટલીય છોકરીઓ સાથે સંબંધ હોવાનું કહી ઘરેથી નીકળી જવા પણ કહ્યુ હતુ. જે બાદમાં પરીણિતાને તેના પતિ પાસેથી 10 લાખ લઇ આવવાનું કહી માનસિક ત્રાસ આપ્યો હતો. સમગ્ર મામલે મહિલાએ પાલનપુર મહિલા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુર શહેરમાં પરીણિતા પાસે લગ્નના 15 વર્ષ બાદ 10 લાખ દહેજ માંગ્યાની ઘટના સામે આવી છે. વડગામ તાલુકાના મેમદપુરના અને હાલ પાલનપુર રહેતાં જીતેન્દ્ર ભાટીયા બનાસકાંઠા જીલ્લા પ્રાથમિક શિક્ષકોની મંડળીના ડીરેક્ટર છે. આ સાથે ડીસા તાલુકાના લોરવાડા સી.આર.સી. કો-ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતાં જીતેન્દ્ર ભાટીયા પોતાની પત્નિને શારીરિક-માનસિક ત્રાસ આપતાં હતા. ગત દિવસોએ મહિલાનો પતિ જીતેન્દ્રકુમાર મણીલાલ ભાટીયા અને સાસુ ગીતાબેન મણીલાલ ભાટીયા ઘરકામ બાબતે બોલચાલી કરી ગડદાપાટુનો માર મારી અપશબ્દો બોલ્યા હતા. આ સાથે મારે ઘણી છોકરીઓ જોડે સંબંધ છે તારે રહેવું હોય તો રહે નહીં તો જતી રહે. આ તરફ મહિલાને તેના પિતા પાસેથી રૂ.10 લાખ લઇ આવવાનું કહ્યાં બાદ ઘરેથી જતો રહ્યો હતો. જેથી મહિલાની સાસુએ કહેલ કે, તારા કારણે જ મારો દીકરો જતો રહ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સી.આર.સી. કો-ઓર્ડીનેટર સામે તેમની પત્નિએ ફરીયાદ નોંધાવતાં શિક્ષણ આલમમાં હડકંપ મચી ગયો છે. મહિલાનો પતિ અવાર-નવાર તેની સાથે બોલાચાલી કરી માર મારતો હતો. આ સાથે પોતાને અન્ય સ્ત્રીઓ સામે સંબંધ હોવાનું કહી તારે ના રહેવુ હોય તો ઘરેથી નીકળી જવા પણ કહ્યુ હતુ. સમગ્ર મામલે પરીણિતાએ પોતાના પતિ સહિતના વિરૂધ્ધ પાલનપુર મહિલા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓ સામે આઇપીસી 498-એ, 294(બી), 323, 506(2) અને 114 તથા દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ 3, 7 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code