આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

કોરોના મહામારી દરમ્યાન પાટણ તાલુકાના ગામે ધારાસભ્યની ફરીયાદ આધારે માટી ચોરી ઝડપાઇ છે. રોયલ્ટી ઇન્સ્પેક્ટરની ટીમે ધારાસભ્યની ફરીયાદ આધારે બાલીસણા ગામે રેઇડ કરતાં માટી ચોરીનું કૌભાંડ સામે આવ્યુ છે. જેમાં ઇસમ ગેરકાયદેસર રીતે કોઇપણ જાતની મંજૂરી વગર ગામના તળાવમાંથી માટી ચોરી કરતો હતો. જેથી રોયલ્ટી ઇન્સ્પેક્ટરે તલાટીની હાજરીમાં જ તપાસ કરાવતાં અંદાજીત ત્રણ લાખથી વધુની માટી ચોરી થયાનું ખુલ્યુ હતુ. જેથી રોયલ્ટી ઇન્સ્પેક્ટરે એક ઇસમ વિરૂધ્ધ બાલીસણા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણના એક્ટિવ ધારાસભ્ય કીરીટ પટેલની ટેલિફોનિક ફરીયાદ આધારે બાલીસણા ગામેથી માટી ચોરી ઝડપાઇ છે. પાટણ ખાણ ખનીજ ખાતાના રોયલ્ટી ઇન્સ્પેક્ટર પી.બી.પટેલે નોંધાવેલ ફરીયાદ મુજબ 15 જૂનના રોજ ધારાસભ્ય કીરીટ પટેલે ફોનમાં બાલીસણા ગામે માટીચોરી અંગે ફરીયાદ કરી હતી. જેથી તાત્કાલિક 15 અને 16 જૂનના રોજ રોયલ્ટી ઇન્સ્પેક્ટરની ટીમે બાલીસણા તલાટીને સાથે રાખી તેમની હાજરીમાં જ તપાસ કરતાં તળાવમાં સાદીમાટી ખનીજનું તાજુ ખોદકામ થયેલ હોવાનું સામે આવ્યુ હતુ. જેથી જીપીએસ મશીનથી માપણી કરતાં 1827 મેટ્રીક ટન સાદીમાટી ખનિજનું બિન અધિકૃત ખાણકામ કરવામાં આવ્યુ હોવાનું ખુલ્યુ હતુ. આ તરફ કુલ કિ.રૂ. ની સાદીમાટી ચોરી કરાઇ હોવાનું ખુલતાં ઇસમ વિરૂધ્ધ ફરીયાદ નોંધાઇ છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બાલીસણામાંથી ધારાસભ્યની ફરીયાદ આધારે સાદીમાટીની ચોરી થતી હોવાનું ખુલ્યુ હતુ. પાટણ રોયલ્ટી ઇન્સ્પેક્ટરે હમીદપુરના વિપુલ કાન્તીલાલ પટેલ નામના ઇસમ વિરૂધ્ધ કિ.રૂ.3,19,725ની માટી ચોરી અને સરકારના ઉધોગ અને ખાણ વિભાગના નિયમો મુજબ પર્યાવરણીય નુકશાનીના વળતર પેટે કિ.રૂ.1,34,087 વસૂલ કરવાના થતાં હોઇ ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે બાલીસણા પોલીસે ઇસમ વિરૂધ્ધ આઇપીસી 379, ગુજરાત ખનીજ અધિનિયમની કલમ 12(2)(b), 21(5) અને The Mines And Minerals Actની કલમ 21(1), 21(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code