હડકંપ@શામળાજી: ચેકપોસ્ટ પર ટ્રાવેલરની તલાશી લેતાં અધધધ…35.86 લાખનું ચરસ ઝડપાયું

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા અરવલ્લી જીલ્લા SOG અને શામળાજી પોલીસની ટીમે 35.86 લાખનું ચરસ ઝડપી પાડ્યુ છે. SOG અને પોલીસની ટીમે અણસોલ ચેકપોસ્ટ પાસે વાહનચેકિંગમાં હોઇ એક શંકાસ્પદ ટ્રાવેલરને અટકાવી હતી. જે બાદમાં તપાસ કરતાં સીટના પાછળના ભાગેથી પ્લાસ્ટીકની ટેપથી વીંટાળેલ હાલતમાં ચરસના પ્લાસ્ટીકના 24 પેકેટ મળી આવ્યા હતા. પોલીસે કાર્યવાહી દરમ્યાન એક ઇસમને
 
હડકંપ@શામળાજી: ચેકપોસ્ટ પર ટ્રાવેલરની તલાશી લેતાં અધધધ…35.86 લાખનું ચરસ ઝડપાયું

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

અરવલ્લી જીલ્લા SOG અને શામળાજી પોલીસની ટીમે 35.86 લાખનું ચરસ ઝડપી પાડ્યુ છે. SOG અને પોલીસની ટીમે અણસોલ ચેકપોસ્ટ પાસે વાહનચેકિંગમાં હોઇ એક શંકાસ્પદ ટ્રાવેલરને અટકાવી હતી. જે બાદમાં તપાસ કરતાં સીટના પાછળના ભાગેથી પ્લાસ્ટીકની ટેપથી વીંટાળેલ હાલતમાં ચરસના પ્લાસ્ટીકના 24 પેકેટ મળી આવ્યા હતા. પોલીસે કાર્યવાહી દરમ્યાન એક ઇસમને ઝડપી પાડ્યો હતો. આ તરફ અન્ય એક ઇસમ નાસી છુટ્યો હોઇ કુલ કિ.રૂ. 45.96 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના અરવલ્લી જીલ્લાની અણસોલ ચેકપોસ્ટ પરથી લાખનું ચરસ ઝડપાયુ છે. અરવલ્લી SOG PI જે.પી.ભરવાડ અને શામળાજી PSI એ.આર.પટેલની ટીમ ચેકપોસ્ટ પર વાહન ચેકીંગમાં હતી. આ દરમ્યાન એક ટ્રાવેલર ગાડી શંકાસ્પદ લાગતાં તેને રોકાવી તલાશી લીધી હતી. જેમાં ડ્રાઇવર સીટના ઉપરના ભાગે બનાવેલા ખાનામાં જુના કપડાની પાછળના ભાગે કથ્થાઇ જેવા રંગવાળી પ્લાસ્ટીકની ટેપ વિંટાળેલ પ્લાસ્ટીકના પેકેટો મળી આવ્યા હતા. જેથી તપાસ કરતાં તે પેકેટોમાં ચરસ હોવાનું ખુલ્યુ હતુ.

હડકંપ@શામળાજી: ચેકપોસ્ટ પર ટ્રાવેલરની તલાશી લેતાં અધધધ…35.86 લાખનું ચરસ ઝડપાયું

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અરવલ્લી SOG અને શામળાજી પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી ચરસનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે ટ્રાવેલરના ચાલક કરણ ઉર્ફે કન્નુ પ્રહલાદસિંગ શર્માને ઝડપી પાડ્યો છે. આ તરફ ચરસના 24 પેકેટ, 23,907 કિલોગ્રામ જેની કિ.રૂ.35,86,050, મોબાઇલ ફોન કિ.રૂ.3000, રોકડ રકમ કિ.રૂ.7,300 અને ટ્રાવેલર મળી કુલ કિ.રૂ.45,96,350નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે એક ઇસમ નાસી છુટ્યો હોઇ બંને સામે નાર્કોટીક્સ એક્ટની કલમ 20(B),r/w, 8(C), 22(C), 29 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.