હડકંપ@શિહોરી: સરકારી શિક્ષિકાને ધમકીનો પત્ર, શંકા જતાં આચાર્ય સામે ગુનો નોંધાવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, કાંકરેજ કાંકરેજ પંથકની પ્રાથમિક શાળાના શિક્ષિકાને નનામા પત્રમાં ધમકી મળી હોવાની ચોંકાવનારી ફરીયાદ સામે આવી છે. જેની તપાસમાં શંકા જતાં પોતાની જ ભૂતપૂર્વ સરકારી શાળાના આચાર્યની હરકત હોવાનો આરોપ મુકી ગુનો નોંધાવતાં ચકચાર મચી ગઇ છે. શિક્ષિકા અગાઉ જે શાળામાં ફરજ બજાવતાં હતા ત્યાંના આચાર્યે હેરાન-પરેશાન અને ચોક્કસ પ્લાનથી ફાજલ કરી
 
હડકંપ@શિહોરી: સરકારી શિક્ષિકાને ધમકીનો પત્ર, શંકા જતાં આચાર્ય સામે ગુનો નોંધાવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, કાંકરેજ

કાંકરેજ પંથકની પ્રાથમિક શાળાના શિક્ષિકાને નનામા પત્રમાં ધમકી મળી હોવાની ચોંકાવનારી ફરીયાદ સામે આવી છે. જેની તપાસમાં શંકા જતાં પોતાની જ ભૂતપૂર્વ સરકારી શાળાના આચાર્યની હરકત હોવાનો આરોપ મુકી ગુનો નોંધાવતાં ચકચાર મચી ગઇ છે. શિક્ષિકા અગાઉ જે શાળામાં ફરજ બજાવતાં હતા ત્યાંના આચાર્યે હેરાન-પરેશાન અને ચોક્કસ પ્લાનથી ફાજલ કરી બદલી કરાવ્યાનો પણ આરોપ મુક્યો છે. આથી નનામો પત્ર આચાર્યનો જ હોવાની મજબૂત દલીલ આધારે શિહોરી પોલીસ મથકે ગુનો નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના કસરા પ્રાથમિક શાળાની શિક્ષિકાને ગાળો લખી જાનથી મારી નાંખવાની પત્ર દ્રારા ધમકી મળી છે. આથી શિક્ષિકા નીતાબેન પરમારે અંગત રીતે તપાસ કરતાં પોતાના ફરજની ભૂતપૂર્વ શાળાના આચાર્યે પત્ર લખ્યાંની શંકા વ્યક્ત કરી છે. જેમાં નજીકની ચેખલા દેસાઇનગરની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં દરમ્યાન આચાર્ય ગેનાજી પ્રજાપતિ કોઇને કોઇ બહાને હેરાન કરતાં હોવાનું જણાવ્યું છે. આચાર્ય ગેનાજીએ અગાઉ બાળકોના વાલીઓની જાણ બહાર શાળામાંથી દાખલાં કાઢી પોતાને ફાજલ કર્યાનો તેમજ આવી રીતે બદલી કરવાનો પણ આરોપ મુક્યો છે. જેથી શિક્ષિકા નીતાબેને ચેખલા શાળાના આચાર્ય ગેનાજી વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરાવી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, શિક્ષિકાએ ધમકીભર્યા પત્રની તપાસ કરાવવા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતનાને જાણ કરી હતી. આ સાથે ધમકીભર્યો કાગળ લખવા પાછળ ચેખલા દેસાઇવાસ પ્રાથમિક શાળાના આચાર્ય ગેનાજી પ્રજાપતિ ઉપર શંકા હોઇ ગુનો નોંધાવ્યો છે. ફરીયાદમાં મહિલાએ ચેખલા શાળાના આચાર્ય ગેનાજી ઉપર ખોટી રીતે ફાજલ કરી બદલી કરાવવાનો પણ આરોપ મુકતાં શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર મામલે શિહોરી પોલીસે આરોપી આચાર્ય સામે આઇપીસી કલમ 507 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.