હડકંપ@સિધ્ધપુર: મહિલા સરપંચને ધમકીની ફરિયાદ, બિલ્ડર સામે ગુનો નોંધાવ્યો

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર) સિધ્ધપુર તાલુકાના ગામે મહિલા આગેવાન અને સ્થાનિક બિલ્ડર વચ્ચે ટકરાવની વિગતો સામે આવી છે. જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મહિલા સરપંચે આપી છે. સિધ્ધપુર પોલીસે બિલ્ડર અને તેના બે પુત્રો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બિલ્ડરની રહેણાંકના મકાનની સ્કિમમા પાણી અને લાઈટની વ્યવસ્થા લગત કામગીરી
 
હડકંપ@સિધ્ધપુર: મહિલા સરપંચને ધમકીની ફરિયાદ, બિલ્ડર સામે ગુનો નોંધાવ્યો

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર) 

સિધ્ધપુર તાલુકાના ગામે મહિલા આગેવાન અને સ્થાનિક બિલ્ડર વચ્ચે ટકરાવની વિગતો સામે આવી છે. જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મહિલા સરપંચે આપી છે. સિધ્ધપુર પોલીસે બિલ્ડર અને તેના બે પુત્રો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બિલ્ડરની રહેણાંકના મકાનની સ્કિમમા પાણી અને લાઈટની વ્યવસ્થા લગત કામગીરી બાબતે શાબ્દિક ઘર્ષણ સુધી મામલો પહોંચ્યો હોવાનું ફરિયાદ આધારે સામે આવ્યું છે. મહિલા સરપંચ સાથે ગેરવર્તણૂક કર્યા અંગેની ફરિયાદને પગલે પંથકના પંચાયત અને બાંધકામ આલમમાં ખળભળાટ મચી ગયો છે.

હડકંપ@સિધ્ધપુર: મહિલા સરપંચને ધમકીની ફરિયાદ, બિલ્ડર સામે ગુનો નોંધાવ્યો

પાટણ જિલ્લાના સિદ્ધપુરથી ગાંગલાસણ જતાં સર્વે નં.441/1 પૈકીમાં સિદ્ધપુરના બિલ્ડર દ્વારા રહેણાંકના મકાનો ઉભા થઇ રહ્યા છે. હસમુખભાઈ પ્રજાપતિ અને તેના પુત્ર વિકાસ પ્રજાપતિ (કોર્પોરેટર-સિદ્ધપુર નગરપાલિકા) તેમજ ધવલ પ્રજાપતિએ ધરતી બંગ્લોઝની સ્કીમ મૂકી છે. જ્યાં પાણી અને લાઈટ કનેક્શન આપવામાં ઢીલાશ રખાતી હોવાનું ધ્યાને રાખી ગત મોડી સાંજે મહિલા સરપંચના ધરે જઈ ચર્ચા કરી હતી. આ દરમ્યાન બિલ્ડર અને બે તેમનાં પુત્રો તો આ તરફ મહિલા સરપંચ વચ્ચે મામલો બિચક્યો હતો. જેમાં બિલ્ડર, કોર્પોરેટર અને તેના ભાઇએ એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળાગાળી સાથે માથાકૂટ કરી હતી. સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું મહિલા સરપંચે પોલીસ સ્ટેશનમાં જણાવ્યું છે. હસમુખભાઈ પ્રજાપતિએ મહિલા સરપંચના પતિને ફોન ઉપર ધમકી આપી ગેરવર્તણૂક કરી હોવાનું ફરિયાદમાં લખાવ્યું છે. ગાંગલાસણના મહિલા સરપંચ હંસાબેન જ્યેન્દ્રગીરી ગૌસ્વામીએ સિદ્ધપુર પોલીસ મથકે વિકાસ હસમુખભાઈ પ્રજાપતિ, ધવલ હસમુખભાઈ પ્રજાપતિ તેમજ હસમુખભાઈ હરગોવનભાઈ પ્રજાપતિ (રહે.શિલ્પ રેસિડેન્સી, સિદ્ધપુરવાળા) વિરુદ્ધ ઇપીકો કલમ,૧૮૯, ૨૯૪(b),૫૦૬(૨) અને ૧૧૪ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મહિલા સરપંચે ગામનાં હદ વિસ્તારમાં આવતી રહેણાંક મકાનની સ્કિમમા પાણી અને વિજળીની સગવડ માટે નિયમ અનુસાર કર્યું હતું કે કેમ? અમલવારી વિલંબમાં ન હતી ? બધું કાયદેસર છતાં બિલ્ડર અને તેમનાં પુત્રોએ ધમકી આપી હતી? બિલ્ડર અને તેમનાં પુત્રોએ કેમ સરપંચના ઘેર સંઘર્ષ કર્યુ?આ તમામ સવાલોને પગલે સિધ્ધપુર પંચાયત અને બાંધકામ આલમમાં ચકચાર મચી ગઇ છે.