હડકંપ@તલોદ: બાઇકમાં આવી 1.90 લાખની લૂંટ કરી ફરાર, ઘટના CCTVમાં કેદ

અટલ સમાચાર,તલોદ કોરોના મહામારી વચ્ચે તલોદમાં લૂંટની ઘટના સામે આવી છે. ગઇકાલે સાંજે એક્ટિવા પર પોતાના ઘરે જઇ રહેલા વેપારી પાસેથી અજાણ્યા બાઇકસવારોએ 1.90 લાખની લૂંટ કરી ફરાર થઇ જતા ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ વેપારીએ તલોદ પોલીસ મથકે અજાણ્યા ઇસમો સામે ફરીયાદ નોંધાવી છે. જેને લઇ પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતા બે શખ્સોનો
 
હડકંપ@તલોદ: બાઇકમાં આવી 1.90 લાખની લૂંટ કરી ફરાર, ઘટના CCTVમાં કેદ

અટલ સમાચાર,તલોદ

કોરોના મહામારી વચ્ચે તલોદમાં લૂંટની ઘટના સામે આવી છે. ગઇકાલે સાંજે એક્ટિવા પર પોતાના ઘરે જઇ રહેલા વેપારી પાસેથી અજાણ્યા બાઇકસવારોએ 1.90 લાખની લૂંટ કરી ફરાર થઇ જતા ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ વેપારીએ તલોદ પોલીસ મથકે અજાણ્યા ઇસમો સામે ફરીયાદ નોંધાવી છે. જેને લઇ પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતા બે શખ્સોનો ચોરી કરતા દેખાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના તલોદ શહેરમાં ગઇકાલે સાંજે બાઇકપર આવેલા બે ઇસમો 1.90 લાખની લૂંટ કરી ફરાર થઇ ગયા છે. તલોદની ચંદ્રપ્રભુ સોસાયટીમાં રહેતા વેપારી સુનિલકુમાર પરમાનંદ નરસિધાણી વાધબકરી ચા ના થેલામાં રૂ.1,90,000 લઇ પોતાના પ્લેઝર(એક્ટિવા)માંઘરે જઇ રહ્યા હતા. આ દરમ્યાન મજરાથી તલોદ ટીઆર ચોકડી જતાં દરમ્યાન પલ્સર બાઇક પર આવેલા બે ઇસમો થેલો ઝુંટવી ફરાર થઇ ગયા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, તલોદમાં બે માસ અગાઉ પણ આવી જ એક ચોરી થઈ હતી. પરંતુ આજદિન સુધી તેની કોઇ જાણ થઇ નથી. ત્યારે સ્થાનિક વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જોકે ગઇકાલની ઘટનામાં સુનિલભાઇએ અજાણ્યા ઇસમો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ચેકિંગ સહિત CCTV ફૂટેજની તપાસ હાથ ધરી હતી. જેના પગલે વેપારીનો પીછો કરી નાણાં ભરેલી બેગ લઈ બાઈક પર આવેલા બે શખ્સો સીસીટીવીમાં ઝડપાઇ ચૂકયા છે. ઘટનાને લઇ પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ 379A(3),114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.