હડકંપ@થરાદ: ડાલામાં ખીચોખીચ 55 ઘેટા-બકરાં ભરતાં 2ના મોત, 3 ઇસમ ઝબ્બે

અટલ સમાચાર, થરાદ થરાદ પંથકમાંથી આજે વહેલી પરોઢે આરઆરસેલની ટીમે ઘેટા-બકરા ભરેલું પીકઅપ ડાલું ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. આરઆરસેલ બોર્ડર રેન્જ ભૂજની ટીમ ચોક્કસ બાતમી આધારે થરાદ ચાર રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતા. આ દરમ્યાન બાતમીવાળું પીકઅપ ડાલું આવતાં તેને રોકી તલાશી લેતાં ટીમ ચોંકી ઉઠી હતી. આરઆરસેલની ટીમે પીકઅપ ડાલામાંથી 55 ઘેટા-બકરા ખીચોખીચ
 
હડકંપ@થરાદ: ડાલામાં ખીચોખીચ 55 ઘેટા-બકરાં ભરતાં 2ના મોત, 3 ઇસમ ઝબ્બે

અટલ સમાચાર, થરાદ

થરાદ પંથકમાંથી આજે વહેલી પરોઢે આરઆરસેલની ટીમે ઘેટા-બકરા ભરેલું પીકઅપ ડાલું ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. આરઆરસેલ બોર્ડર રેન્જ ભૂજની ટીમ ચોક્કસ બાતમી આધારે થરાદ ચાર રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતા. આ દરમ્યાન બાતમીવાળું પીકઅપ ડાલું આવતાં તેને રોકી તલાશી લેતાં ટીમ ચોંકી ઉઠી હતી. આરઆરસેલની ટીમે પીકઅપ ડાલામાંથી 55 ઘેટા-બકરા ખીચોખીચ ભરેલા ઝડપી પાડ્યાં હતા. જેમાંથી બે ઘેટાં મૃત હાલતમાં પણ મળી આવ્યાં હોવાનું સામે આવ્યુ છે. આ સાથે 3 ઇસમોની અટકાયત કરી થરાદ પોલીસે મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના થરાદમાં આજે વહેલી પરોઢે આરઆરસેલની ટીમે મોટી કાર્યવાહી કરી છે. આરઆરસેલ બોર્ડર રેન્જ ભૂજની ટીમ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, પીલુડા તરફથી એક બોલેરો પીકઅપ ડાલામાં ચાલક અને અન્ય બે ઇસમો ઘેટા-બકરા ભરીને આવનાર છે. જે આધારે ટીમે વોચ ગોઠવી પીકઅપ ડાલુ આવતાં રોકી તેની તલાશી લીધી હતી. જેમાંથી 55 ઘેટા-બકરા મળી આવતાં તેમની પાસે પાસ-પરમીટ માંગતા ન હોવાનું જણાવ્યું હતુ.

આ દરમ્યાન આરઆરસેલની ટીમે તપાસ કરતાં 2 ઘેટા મૃત હાલતમાં મળી આવ્યાં હતા. જે બાબતે પુછતાં આરોપીઓને કહેલ કે, ખીચોખીચ ભરવાથી ગુંગળામણને કારણે મોત થયુ હશે. આ તરફ આરઆરસેલની ટીમે પીકઅપ ડાલામાંથી કુલ ઘેટા-બકરા નંગ-55 કિ.રૂ.53,000 અને ડાલુ નંગ-1 કિ.રૂ. 2,50,000 મળી કુલ કિ.રૂ.3,03,000 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે 3 ઇસમો સામે થરાદ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે. આ તરફ થરાદ પોલીસે ઇસમો સામે આઇપીસીની કલમ 279, પશુઓ પ્રત્યે ક્રૃરતા પ્રતિબંધ અધિનિયમની કલમ 11(1)(d), 11(1)(e), 11(1)(k) અને પશુ સંરક્ષણની કલમ 5, 6, 8 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીઓના નામ

  1. ગનીભાઇ કાસમભાઇ ઘાંચી, ગામ-જેતડા, તા.થરાદ, હાલ રહે. ડીસા, ગંજપુરા
  2. ઇરફાનભાઇ ઇદ્રીસભાઇ શેખ, ગામ-ડીસા, મહોમદપુરા ગવાડી, બીહારીબાગ, મદીના મસ્જીદ પાસે, તા.ડીસા
  3. જુમાભાઇ હમીરભાઇ મનસુરી, ગામ-દુદખા, તા.સમી, જી.પાટણ, હાલ રહે. ડીસા, અમનપાર્ક સોસાયટી