હડકંપ@વિજાપુર: પરીણિતાને ત્રાસ આપી દહેજમાં 10 લાખ માંગ્યા, સાસરીયાઓ વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા વિજાપુર તાલુકાના ગામની યુવતિના લગ્ન બાદ સાસરીયાઓ 10 લાખ દહેજ માંગી ઘરમાંથી નીકાળી મુકી હોવાની ઘટના સામે આવી છે. યુવતિ લગ્ન બાદ પોતાના સાસરી અંકલેશ્વરમાં રહેતી હતી. જોકે પહેલાં સાસરીવાળાઓ સારૂ રાખ્યા બાદ કોઇકને કોઇક બહાને હેરાન પરેશાન કરતાં હતા. જે બાદમાં યુવતિ પોતાના પતિ સાથે ઓસ્ટ્રેલિયા ગઇ હોઇ તે
 
હડકંપ@વિજાપુર: પરીણિતાને ત્રાસ આપી દહેજમાં 10 લાખ માંગ્યા, સાસરીયાઓ વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

વિજાપુર તાલુકાના ગામની યુવતિના લગ્ન બાદ સાસરીયાઓ 10 લાખ દહેજ માંગી ઘરમાંથી નીકાળી મુકી હોવાની ઘટના સામે આવી છે. યુવતિ લગ્ન બાદ પોતાના સાસરી અંકલેશ્વરમાં રહેતી હતી. જોકે પહેલાં સાસરીવાળાઓ સારૂ રાખ્યા બાદ કોઇકને કોઇક બહાને હેરાન પરેશાન કરતાં હતા. જે બાદમાં યુવતિ પોતાના પતિ સાથે ઓસ્ટ્રેલિયા ગઇ હોઇ તે ટીકીટ સહિતના 10 લાખ પણ યુવતિના પિતાએ આપ્યા હતા. આ દરમ્યાન ગત દિવસોએ યુવતિનો પતિ ઓસ્ટ્રેલિયા ગયો હોઇ તારે અહીં આવવુ હોય તો તારા પિતા પાસેથી 10 લાખ લેતી આવ તેમ કહી દહેજની માંગ કરી હોવાનું ફરીયાદમાં લખાવ્યુ છે. આ સાથે પૈસા નહીં આપે તો જીવતી સળગાવી દઇશું તેવી ધમકી સાસરીયાઓએ આપી હોવાની ફરીયાદ લાડોલ પોલીસ મથકે નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના લાડોલની યુવતિના લગ્ન ચાણસ્મા મુકામે વર્ષ 2016માં કર્યા હતા. જે બાદમાં સાસરીવાળાઓ સાથે અંકલેશ્વર સાથે રહેવા ગઇ હતી. જ્યાં શરૂઆતમાં તો સાસરીયાઓ સારૂ રાખતાં હતા. જોકે બાદમાં યેનકેન પ્રકારે યુવતિને શારીરિક-માનસિક ત્રાસ આપતાં હતા. જે બાદમાં તા.18-07-2018ના રોજ યુવતિ અને તેનો પતિ બન્ને ઓસ્ટ્રેલીયા ગયા હતા. જે વખતે યુવતિના પિતાએ ઓસ્ટ્રેલિયા જવા સારૂ ખર્ચના ટોટલ 10 લાખ આપ્યા હોવાનું લખાવ્યુ છે. આ તરફ યુવતિની નણંદ અને તેનો પતિ ત્યાં આવીને પણ એને હેરાન પરેશાન કરતાં હતા. જેથી કંટાળી જઇ યુવતિએ તેના પિતાને વાત કરતાં ઓસ્ટ્રેલિયાથી પરત આવતાં સીધા એરપોર્ટથી જ યુવતિ પિયરમાં આવી ગઇ હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ફરી એકવાર યુવતિનો પતિ ઓસ્ટ્રેલિયા ગયો હોઇ તેને કહેલ કે, તારે અહીં આવવું હોય તો તારા મા-બાપ પાસેથી 10 લાખની વ્યવસ્થા કર. જોકે યુવતિના કાકા પાસેથી તેના સાસુ-સસરાએ ટુકડે-ટુકડે 5 લાખ રૂપિયા લીધા હતા. આ સાથે બીજા 10 લાખની પણ માંગ કરતાં યુવતિ કંટાળી ચુકી હતી. જે બાદમાં તેના સાસરીયાઓએ તા.23-08-2020ના રોજ શારીરિક-માનસિક ત્રાસ આપી મારઝુડ કરી પિયરમાંથી 10 લાખ રૂપિયા લાવવા દબાણ કર્યુ હતુ. આ સાથે જો પૈસા નહિ આપે તો છુટાછેડા દેવાની ધમકી આપી તેમજ જીવતી સળગાવી દેવાની ધમકીઓ આપી હોવાનું ફરીયાદમાં લખાવ્યુ છે. લાડોલ પોલીસે આરોપીઓ સામે આઇપીસી 498A, 504, 506(2), 114 અને દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ 3, 4 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. ખોડાભાઇ ચતુરભાઇ પટેલ
  2. કોકીલાબેન ખોડાભાઇ પટેલ, અંકલેશ્વર, જી.ભરૂચ