હડકંપ@ઉ.ગુજરાત: મુખ્યમંત્રી રૂપાણીના કોમેડી વિડીયો બનાવ્યા, ખુદ પોલીસે 3 યુવકો સામે ફરિયાદ નોંધી

અટલ સમાચાર ડોટ કોમ,મહેસાણા, વાવ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના કોમેડી વીડિયો બનાવવા બાબતે આજે મહેસાણા અને બનાસકાંઠા જીલ્લામાં ત્રણ ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધાયો છે. વાવ પંથકના બે યુવકોએ મુખ્યમંત્રીના વીડિયોમાં એડીટીંગ કરી સોશિયલ મીડિયામાં જાહેર જનતાને ગેરમાર્ગે દોરી સરકારી પ્રતિષ્ઠાને નુકશાન કર્યાની ફરીયાદ નોંધાઇ છે. વિગતો મુજબ આ બંને યુવકોએ મુખ્યમંત્રીની સ્પિચના કેટલાંક વીડિયોમાં એડીટીંગ
 
હડકંપ@ઉ.ગુજરાત: મુખ્યમંત્રી રૂપાણીના કોમેડી વિડીયો બનાવ્યા, ખુદ પોલીસે 3 યુવકો સામે ફરિયાદ નોંધી

અટલ સમાચાર ડોટ કોમ,મહેસાણા, વાવ

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના કોમેડી વીડિયો બનાવવા બાબતે આજે મહેસાણા અને બનાસકાંઠા જીલ્લામાં ત્રણ ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધાયો છે. વાવ પંથકના બે યુવકોએ મુખ્યમંત્રીના વીડિયોમાં એડીટીંગ કરી સોશિયલ મીડિયામાં જાહેર જનતાને ગેરમાર્ગે દોરી સરકારી પ્રતિષ્ઠાને નુકશાન કર્યાની ફરીયાદ નોંધાઇ છે. વિગતો મુજબ આ બંને યુવકોએ મુખ્યમંત્રીની સ્પિચના કેટલાંક વીડિયોમાં એડીટીંગ કરી મુખ્યમંત્રી પદની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવાના ઇરાદે વીડિયો યુ-ટ્યુબમાં અપલોડ કર્યા હતા. જે બાદમાં સાયબર ક્રાઇમના ધ્યાને આવતાં પોલીસે બંનેને ઝડપી પાડી ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે મહેસાણા તાલુકાના એક ગામના ઇસમે પણ આવો જ વીડિયો યુ-ટ્યુબમાં અપલોડ કર્યો હોવાથી તેની સામે પણ કાર્યવાહી થઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતમાં અરવલ્લીના મેઘરજ બાદ આજે બનાસકાંઠાના માવસરી અને મહેસાણાના સાંથલ પોલીસ મથકે ત્રણ યુવકો સામે મુખ્યમંત્રીના વીડિયોમાં એડીટીંગ કરી લોકોને ગેરમાર્ગે દોરવાની ફરીયાદ દાખલ થઇ છે. માવસરી PSI એન.કે.પટેલને સાયબર ક્રાઇમ પાલનપુરે આપેલ વિગતો મુજબ વાવ તાલુકાના ફાંગડી ગામના ભાવેશ સોઢા અને રાજકુમાર ઉર્ફે ભીખાભાઇ સોઢાએ સોશિયલ મીડિયામાં જાહેર જનતાને ગેરમાર્ગે દોરી સરકારની બદનક્ષી ઉપરાંત પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવા મુખ્યમંત્રીની સ્પિચના વીડિયોમાં એડીટીંગ કરી અપલોડ કર્યા હતા. જેથી માવસરી પોલીસે બંનેને ઝડપી પાડી તેમને સામે કાર્યવાહી કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રીની સ્પિચના વીડિયોમાં એડીટીંગ કરી યુ-ટ્યુબમાં અપલોડ કરનાર વધુ બે ઇસમો સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. માવસરી પોલીસે વાવના ઇસમોના યુ-ટ્યુબ આઇડીમાં ચેક કરતાં આવા ૬ જેટલા વીડિયો જોવા મળ્યાં હતા. જેથી પોલીસે બંને ઇસમોને ઝડપી પાડી તેમના વિરૂધ્ધ માવસરી પોલીસ મથકે ફરીયાદ નોંધી છે. પોલીસે બંને ઇસમો સામે આઇપીસી 292, 469, 500, 505 અને ધી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એમેન્ડમેન્ટ એક્ટની કલમ 66-C, 67 મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણાના સાંથલમાં પણ ઇસમ વિરૂધ્ધ ગુનો દાખલ

હડકંપ@ઉ.ગુજરાત: મુખ્યમંત્રી રૂપાણીના કોમેડી વિડીયો બનાવ્યા, ખુદ પોલીસે 3 યુવકો સામે ફરિયાદ નોંધી

મહેસાણા તાલુકાના દેલોલી ગામે પણ ઇસમ સામે મુખ્યમંત્રીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા બાબતે ગુનો દાખલ થયો છે. જે વિગત મુજબ દેલોલીના રાજ ચંદુભાઇ રાવળે મુખ્યમંત્રીની ઓરીજનલ સ્પિચના કેટલાંક અંશોનો ઉપયોગ વીડિયોમાં કરી વાંધાજનક વીડિયો ક્લિક જાહેર જનતા જોઇ શકે તે રીતે યુ-ટ્યુબ ચેનલમાં અપલોડ કરી હતી. જેથી ખુદ સાયબર ક્રાઇમના કોન્સ્ટેબલે ઇસમ વિરૂધ્ધ સાંથલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જેથી પોલીસે ઇસમ વિરૂધધ આઇપીસી કલમ 292(2),(b), 469 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.