હડકંપ@દેશ: ફેસબુક ફ્રેન્ડ સહિત 28 શખ્સોએ યુવતિ પર ગુજાર્યો સામુહિક બળાત્કાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ફેસબુક પર અજાણ્યા શખ્સો સાથે દોસ્તી કરતી યુવતીઓ માટે લાલબતી રૂપ કિસ્સો બહાર આવ્યો છે. ફેસબુક પર દોસ્તી કરનાર યુવતી દોસ્ત સહિત 28 શખ્સોના સામુહિક દુષ્કર્મનો શિકાર બની હતી. આ કિસ્સામાં યુવતીના દોસ્ત સહિત 28 શખ્સો સામે સામુહીક દુષ્કર્મનો કેસ દાખલ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. અટલ સમાચાર આપના
 
હડકંપ@દેશ: ફેસબુક ફ્રેન્ડ સહિત 28 શખ્સોએ યુવતિ પર ગુજાર્યો સામુહિક બળાત્કાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ફેસબુક પર અજાણ્યા શખ્સો સાથે દોસ્તી કરતી યુવતીઓ માટે લાલબતી રૂપ કિસ્સો બહાર આવ્યો છે. ફેસબુક પર દોસ્તી કરનાર યુવતી દોસ્ત સહિત 28 શખ્સોના સામુહિક દુષ્કર્મનો શિકાર બની હતી. આ કિસ્સામાં યુવતીના દોસ્ત સહિત 28 શખ્સો સામે સામુહીક દુષ્કર્મનો કેસ દાખલ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દીલ્હીના હસનપુર પોલીસ સ્ટેશન ક્ષેત્રના રામગઢ નિવાસી સાગર સાથે એક યુવતીને ફેસબુકમાં દોસ્તી થઈ હતી. સાગરે યુવતીને લગ્નની લાલચ આપી પોતાના પરિવારજનો સાથે મુલાકાત કરાવવા પોતાના ગામે બોલાવી હતી, યુવતી ત્યાં પહોંચી તો સાગર સહીત 22 લોકોએ તેની સાથે સામુહિક દુષ્કર્મ આચર્યુ હતું. બીજા દિવસે સાગરના વધુ 6 મિત્રોએ યુવતી પર સામુહીક દુષ્કર્મ આચર્યું હતું.

સમગ્ર મામલે યુવતીએ પોલીસને ફરિયાદમાં જણાવ્યું હતુ કે, સાગરના કહેવા પર 3 મેના રોજ હોટલે પહોંચી હતી. જયાંથી સાગર તેને પોતાના ગામ રામગઢ લઈ જવાને બદલે ગામ નજીકના જંગલમાં એક ટ્યુબવેલમાં લઈ ગયો હતો. જયાં તેનો ભાઈ સમુંદર અને 20 યુવકો પહોંચી ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ત્યાં આખી રાત્રી 22 લોકોએ યુવતી પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. સવારે સાગર યુવતીને તેના મિત્ર આકાશ કબાડીના ઘેર લઈ ગયો હતો જયાં તેના પર 6 લોકોએ સામુહિક દુષ્કર્મ આચરેલ બાદમાં સાગર યુવતીને બદરપુર બોર્ડર પર ફેંકીને ભાગી ગયો હતો. પીડિતાના નિવેદન પર પોલીસે સાગર અને તેના બધા સાથીઓ સામે ગુનો નોંધી ધરપકડ શરૂ કરવા કવાયત કરી છે.