હડકંપ@મેઘરજ: કોરોનામાં બુટલેગરો બેફામ, 13.82 લાખનો દારૂ ઝબ્બે

અટલ સમાચાર, મેઘરજ કોરોનાના કહેર વચ્ચે અરવલ્લીમાં પોલીસે દારૂ ભરેલુ ડમ્પર ઝડપી પાડ્યુ છે. કાર્યવાહી દરમ્યાન પોલીસ રૂ. 13.82 લાખનો વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે બે આરોપીઓને અટકાયત કરી અને અન્ય એક ભાગી છુટેલ આરોપીની શોધખોળ હાથ ધરી છે. પોલીસે દારૂ ભરેલા ડમ્પર સાથે કુલ 19.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
 
હડકંપ@મેઘરજ: કોરોનામાં બુટલેગરો બેફામ, 13.82 લાખનો દારૂ ઝબ્બે

અટલ સમાચાર, મેઘરજ

કોરોનાના કહેર વચ્ચે અરવલ્લીમાં પોલીસે દારૂ ભરેલુ ડમ્પર ઝડપી પાડ્યુ છે. કાર્યવાહી દરમ્યાન પોલીસ રૂ. 13.82 લાખનો વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે બે આરોપીઓને અટકાયત કરી અને અન્ય એક ભાગી છુટેલ આરોપીની શોધખોળ હાથ ધરી છે. પોલીસે દારૂ ભરેલા ડમ્પર સાથે કુલ 19.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હડકંપ@મેઘરજ: કોરોનામાં બુટલેગરો બેફામ, 13.82 લાખનો દારૂ ઝબ્બે

અરવલ્લી જીલ્લાની ઉન્ડવા ચેકપોસ્ટ પરથી પોલીસે દારૂ ભરેલુ ડમ્પર ઝડપી પાડ્યુ છે. મેઘરજ પોલીસે બાતમી આધારે વોચ ગોઠવી ડમ્પરને અટકાવી તલાશી લેતા વિદેશી દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ડમ્પર રૂ.6,00,000 માંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમીટે પરપ્રાંતનો ભારતીય બનાવટનો એપીસોડ ક્લાસીક વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી લખેલ કાચની કંપની સીલબંધ બોટલ 750 બોટલ મીલી નંગ-288 કુલ નંગ 3456 કુલ કિ.રૂ.13,82,400 દારૂ ઝડપી પાડ્યો છે.

હડકંપ@મેઘરજ: કોરોનામાં બુટલેગરો બેફામ, 13.82 લાખનો દારૂ ઝબ્બે

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે કુલ 19,91,440નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે શંકરલાલ રતનલાલ ડાંગી રહે.માવલી, જી. ઉદેપુર અને દિનેશ ભુરાલાલ ગાયરી, રહે. હોલો તા.માવલી, જી.ઉદેપુરની અટકાયત કરી છે. આ સાથે પ્રકાશ ડાંગી રહે. ડરોલી તા. માવલી, જી.ઉદેપુર હાજર નહી મળી આવતા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે તમામ આરોપીઓ વિરૂધ્ધ પ્રોહી એક્ટની કલમ 65(a),65(e),116-B,81,98(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.