હાહાકાર@દેશ: કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસ રોગથી 3 રાજ્યોમાં 50 ટકા દર્દીઓએ ગુમાવ્યો જીવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે મ્યુકોરમાઈકોસિસની બીમારીના લક્ષણો હવે કોરોના દર્દીઓમાં જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યોમાં તેની અસર વધારે છે. હાલત એ છે કે એનાથી લગભગ 50 ટકા દર્દીઓના જીવ જઈ રહ્યા છે. મ્યુકોરમાઇકોસીસના લક્ષણોમાં બ્લેક ફંગશ છે જેના કારણે 50 ટકા દર્દીઓના જીવ જઈ
 
હાહાકાર@દેશ: કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસ રોગથી 3 રાજ્યોમાં 50 ટકા દર્દીઓએ ગુમાવ્યો જીવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે મ્યુકોરમાઈકોસિસની બીમારીના લક્ષણો હવે કોરોના દર્દીઓમાં જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યોમાં તેની અસર વધારે છે. હાલત એ છે કે એનાથી લગભગ 50 ટકા દર્દીઓના જીવ જઈ રહ્યા છે. મ્યુકોરમાઇકોસીસના લક્ષણોમાં બ્લેક ફંગશ છે જેના કારણે 50 ટકા દર્દીઓના જીવ જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે મ્યુકોરમાઇકોસિસના લક્ષણોમાં બ્લેક ફંગસ, માથું દુખવું, આંખ, નાકમાં ખૂબજ દર્દ થવું, આંખોનું તેજ જતું રહેવું, તાવ વગેરે લક્ષણો જોવા મળે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસના ઘણા કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં 100થી વધારે કેસ આવી ચૂક્યા છે. જેમાં બ્લેક ફંગસના લક્ષણો છે. જ્યારે કેટલાક દર્દીઓની આંખની રોશની ઉપર પણ અસર પડી છે. ગુજરાતના રાજકોટમાં એના માટે અલગથી હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે. જ્યાં સ્પેશ્યલ વોર્ડની વ્યવસ્થા કરી છે. આ સાથે રાજસ્થાનના જયપુરમાં પણ ગત દિવસોમાં 40 દર્દીઓ જોવા મળ્યા જેમાં બ્લેક ફંગસની ફરિયાદ હતી. એમાં કેટલાક દર્દીઓની આંખો ની રોશની ઉપર અસર પડી છે. એવામાં કોરોના સંકટ વચ્ચે પેદા થઈ રહી રહેલી દર્દીઓની આ મુશ્કેલીએ ચિંતા વધારી દીધી છે.

મહારાષ્ટ્રમાં અત્યારે મ્યુકોરમાઇકોસિસના લગભગ 2 હજારથી વધુ એક્ટિવ કેસ સામે આવ્યા છે. જેણે રાજ્ય સરકારની ચિંતા વધારી દીધી છે. હવે જે હોસ્પિટલો સાથે મેડિકલ કોલેજ એટેચ છે ત્યાં પર મ્યુકોરમાઇકોસિસ બીમારીના દર્દીઓની સારવારની વ્યવસ્થા કરાઈ રહી છે. રાજ્યના સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેનું કહેવું છે કે રાજ્યમાં કોરોનાના કેસ જેમ જેમ વધી રહ્યા છે તે જ રફતારથી હવે મ્યુકોરમાઇકોસિસ રોગના દર્દીઓ પણ વધી રહ્યા છે. એવામાં સરકારે જરૂરી પગલાં લેવાના ચાલુ કરી દીધા છે.