આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

દેશની રાજધાની દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં સ્થિત બાબુ જગજીવન રામ હોસ્પિટલ માં ડોક્ટરો સહિત કુલ 44 સ્ટાફ સભ્યો કોવિડ-19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે અન્ય સ્ટાફ સભ્યોનો ટેસ્ટ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ મળ્યા બાદ સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલની સેવાઓ બંધ કરવામાં આવી છે. આખી હોસ્પિટલમાં સેનેટાઈઝર કરવામાં આવી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ પહેલા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેદ્ર જૈને કહ્યું હતું કે, બાબુ જગજીવન રામ હોસ્પિટલનો સ્ટાફ કોરોના સંક્રમિત મળ્યા છે. ત્યારબાદ ગત દિવસોમાં પણ જહાંગીરપુરી વિસ્તારમાંથી અનેક પોઝિટિવ મામલાઓ સામે આવ્યા છે. રવિવાર સુધી દેશમાં કોવિડ-19ના કારણે મૃતકોની સંખ્યા 824 થઈ છે. જ્યારે સંક્રમણના કુલ કેસ 26,496 થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી હતી. મંત્રાલય દ્વારા શનિવાર સાંજે આપેલા આંકડાઓ બાદ અત્યાર સુધી 45 લોકોના મોત કોરોના વાયરસના સંક્રમણથી થયા છે. આ સમયગાળામાં કુલ 1554 કોરોના વાયરસના કેસ આવ્યા છે.

મંત્રાલયે કહ્યું કે દેશમાં કોવિડ-19ના સંક્રમિત 19868 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જ્યારે 5803 લોકો સાજા થતા હોસ્પિટલો અને સ્વાસ્થ્ય કેન્દ્રોએ રજા આપી હતી. સંક્રમણના કુલ મામલે 111 વિદેશી નાગરિક પણ છે.અત્યારસુધીમાં મોતના 824 મામલાઓમાં સૌથી વધારે મોત મહારાષ્ટ્રમાં થયા છે. જ્યાં 323 લોકોના કોરોનાથી મોત થયા છે. ત્યારબાદ ગુજરાતમાં 133, મધ્ય પ્રદેશમાં 99, દિલ્હીમાં 54, આંધ્ર પ્રદેશમામં 31 અને રાજસ્થાનમાં 27 લોકોના મોત થયા છે.

મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ઉત્તર પ્રદેશમાં 27 લોકોના મોત થયા છે જ્યારે તેલંગણામાં 26 લોકો, તમિલનાડુમાં 23,
કર્ણાટક તથા પશ્વિમ બંગાળમાં 18-18 લોકોના મોત થયા છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code