હાહાકાર@ગુજરાતઃ એક જ દિવસમાં 226 નવા પોઝિટિવ કેસ, 19ના મોત

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં કોરોના કહેરને લઈ દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોના વાયરસના લેટેસ્ટ આંકડા જણાવ્યા હતા. જયંતિ રવિના અનુસાર આજનાં દિવસમાં કુલ 226 કેસ નવા પોઝિટિવ આવ્યા છે. આ સાથે ગુજરાતમાં કુલ 3774 લોકો પોઝિટિવ થયા છે.
 
હાહાકાર@ગુજરાતઃ એક જ દિવસમાં 226 નવા પોઝિટિવ કેસ, 19ના મોત

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં કોરોના કહેરને લઈ દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોના વાયરસના લેટેસ્ટ આંકડા જણાવ્યા હતા. જયંતિ રવિના અનુસાર આજનાં દિવસમાં કુલ 226 કેસ નવા પોઝિટિવ આવ્યા છે. આ સાથે ગુજરાતમાં કુલ 3774 લોકો પોઝિટિવ થયા છે. આ ઉપરાંત આજે કુલ 40 લોકો રિકવર થઇ ચુક્યા છે. આ સાથે રાજ્યમાં કુલ 434 લોકો રિકવર થયા છે. આ ઉપરાંત આજના દિવસમાં કુલ 19 લોકોનાં મોત નિપજ્યાં છે. જેની સાથે કુલ 181 લોકોનાં ગુજરાતમાં અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં કુલ 164 નવા કેસ નોંધાયા આ ઉપરાંત આણંદમાંથી 9, ભરૂચમાં 2, ભાવનગરમાં 1, બોટાદમાં 6, ગાંધીનગરમાં 6, રાજકોટમાં 9, સુરતમાં 14 વડોદરામાં 15 આ રીતે કુલ 226 નવા કેસ નોંધાયા છે.આ રીતે અત્યાર સુધી ગુજરાતમાં 3774 કુલ કેસ થયા છે. જેમાં 34 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે બાકીનાં 3125 લોકો સ્ટેબલ છે. 434 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે 181 લોકોનાં મોત થયા છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ 56101 લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 3774 લોકો પોઝિટિવ આવ્યા છે ઉપરાંત 52327 લોકો નેગેટિવ આવ્યા છે.

રોગની સ્થિતી અંગે વિશ્વની વાત કરીએ તો નવા કેસ 85530 નોંધાયા છે. ભારતમાં 1594 નવા કેસ નોંધાયા છે જે પૈકી ગુજરાતમાં 226 નવા કેસ નોંધાયા છે. આ પ્રકારે વિશ્વમાં કુલ 2878196 કેસ થયા છે ભારતમાં તે 29974 થયા છે અને ગુજરાતમાં કુલ 9774 થયા છે. અગ્ર સચિવે જણાવ્યું કે, 38000 લોકો ક્વોરન્ટાઇન છે. જેમાં સરકારી ફેસિલિટીમાં 3181 લોકો છે. પ્રાઇવેટ ફેસિલીટીમાં 236 લોકો છે આ પ્રકારે કુલ 41417 લોકો ક્વોરન્ટાઇન છે.