હાહાકાર@ગુજરાતઃ પાટણમાં કુલ 5, કોરોના સંક્રમિતોની સંખ્યા 150ને પાર

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ હવે પાટણમાં જિલ્લામાં વધુ ત્રણ અને સાબરકાંઠા જિલ્લામાં વધુ 1 કેસ પોઝિટિસ આવ્યો છે. આ સાથે રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા 151 જેટલી થઈ ગઈ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં પ્રથમ કોરોના પોઝિટિવ વ્યક્તિના
 
હાહાકાર@ગુજરાતઃ પાટણમાં કુલ 5, કોરોના સંક્રમિતોની સંખ્યા 150ને પાર

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ હવે પાટણમાં જિલ્લામાં વધુ ત્રણ અને સાબરકાંઠા જિલ્લામાં વધુ 1 કેસ પોઝિટિસ આવ્યો છે. આ સાથે રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા 151 જેટલી થઈ ગઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં પ્રથમ કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપક્રમાં આવેલા ત્રણ વ્યક્તિઓ કોરોના સંક્રમિત થયા છે. 21 વર્ષ, 28 વર્ષ અને 51 વર્ષના વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જિલ્લામાં અત્યાર સુધી કુલ પાંચ કેસ સામે આવ્યા છે. આ ત્રણેય પોઝિટિવ દર્દી સિદ્ધપુરના નેદ્રા ગામના વતની છે. તો પાંચ દર્દી ધારપુર આઇસોલેશન વોર્ડમાં છે.

હિંમતનગરમાં પ્રથમ કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો છે. સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા અને મેડિકલ ક્વાર્ટર્સમાં રહેલા બ્રધરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બ્રધરનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેની સાથે કામ કરતા 23 લોકોને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. આ બ્રધર મૂળ રાજસ્થાનનો વતની છે.

ગુજરાતના ક્યાં જિલ્લામાં કેટલા પોઝિટિવ કેસ

અમદાવાદના 64
સુરતમાં 19
રાજકોટમાં 10
વડોદરામાં ૧૨
ગાંધીનગરમાં 13
ભાવનગરમાં 14
કચ્છમાં 2
મહેસાણામાં 2
ગીર સોમનાથમાં 2
પોરબંદરમાં 3
પંચમહાલમાં 1
પાટણમાં 5
છોટાઉદેપુરમાં 1
જામનગરમાં 1
મોરબીમાં 1
સાબરકાંઠા 1