આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મહારાષ્ટ્રના જલગાંવમાં સોમવાર સવારે એક દર્દનાક માર્ગ અકસ્માતમાં 15 શ્રમિકોનાં મોત થયા છે. મળતા રિપોર્ટ મુજબ જલગાંવના યાવલની પાસે પપૈયાથી ભરેલી ટ્રક પલટી જતાં આ દુર્ઘટના બની છે. પપૈયાથી ભરેલી ટ્રક ધૂલેથી રાવેલ તરફ જઈ રહી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને લાશોને બહાર કાઢવાનું કામ શરૂ કરી દીધુ હતુ. પ્રત્યક્ષદર્શીઓના મત મુજબ ટ્રકના ડ્રાઇવરને ઝોંકું આવી જતાં આ દુર્ઘટના બની છે. પોલીસે તમામ શબોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જલગાંવમાં સોમવારની સવારે પપૈયાથી ભરેલી એક ટ્રક રાવેલ તરફ જઈ રહી હતી. ટ્રક યાવલ પાસે જ પહોંચી હતી કે, તે અનિયંત્રિત થઈને પલટી ગઈ. ટ્રક પલટતાં જ જોરદાર અવાજ સાંભળીને આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા. પ્રત્યક્ષદર્શીઓ મુજબ ટ્રકમાં કેટલાંક શ્રમિકો પણ બેઠા હતા. દુર્ઘટના એટલી જોરદાર હતી કે ટ્રકમાં સવાર તમામ 15 શ્રમિકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. ટ્રક પલટી ગઈ હોવાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સ્થાનિક લોકોની મદદથી શ્રમિકોને ટ્રકથી બહાર કાઢ્યા.

જાહેરાત
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code