આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

સમી તાલુકાના ગામે સંડાસના કુવામાં પડી જવાથી એકસાથે પાંચના મોત થતાં હાહાકાર મચી ગયો છે. સંડાસના કુવાનું ફ્લોરિંગ જર્જરિત હોવાથી મહિલાનો પગ ખુંચી જતાં સીધા ગરકાવ થઈ ગયા હતા. આ દરમ્યાન બચાવવા જતાં અન્ય ચાર પણ કુવામાં પડી જતાં ગુંગળામણ થતાં તુરંત મોત થયાં છે. ઘટનાને પગલે વહીવટી તંત્રનો કાફલો ગામમાં પહોંચી ગયો હતો.

પાટણ જિલ્લાના સમી તાલુકાના ગુજરવાડા ગામે બપોર બાદ મોતનું તાંડવ સામે આવ્યું છે. નાડોદા સમાજના કુલ પાંચ વ્યક્તિઓ ભયંકર દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે. મહિલા પોતાના સંડાસના કુવા પરથી પસાર થતાં અચાનક પગ ખુંચી ગયો હતો. જોતજોતામાં કુવામાં ગરકાવ થઈ જતાં તેમના પતિ બચાવવા ગયા હતા. જોકે પતિ પણ કુવામાં ગરકાવ થતાં વારાફરતી બચાવવા જતાં કુલ 6 ગરકાવ થઈ ગયા હતા. આ દરમ્યાન સંડાસના કુવામાં ગુંગળામણ થતાં કુલ પાંચના મોત થતાં ચકચાર મચી ગઇ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સંડાસના કુવાનો ઉપરનો ભાગ ખરાબ થઈ ગયો હતો. જેની જાણ ન હોવાથી મહિલા પસાર થતાં સીધા કુવામાં પડી ગયા હતા. આ સાથે બચાવવા જતાં કુટુંબના ચાર સહિત કુલ પાંચના મોત થયાં છે. આ દરમ્યાન કુવામાં પડેલા કુલ 6 પૈકી એકનો બચાવ થયો છે. ઘટનાને પગલે ગામનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જેથી તાલુકા વહીવટી તંત્રની ટીમ પણ રાહત અને બચાવ કાર્યમાં દોડી આવી હતી.

ભાગ્યે જ બનતી ઘટનાને પગલે રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો

સંડાસના કુવો છેલ્લા કેટલાક વર્ષોથી બનાવેલો હતો. જેમાં કુવાનું ફ્લોરિંગ એકદમ ખરાબ થઈ જતાં મોત થવાની ઘટના ભાગ્યે જ બને. આવી સ્થિતિમાં ગુજરવાડામાં પોતાના શૌચાલયના કુવામાં જ ગરકાવ થવાની ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.

મૃતકોના નામ

1, સિંધવ જામાભાઇ ગગજીભાઇ ઉ. 51
2, સિંધવ રતાભાઇ જલાભાઇ ચેહાભાઇ ઉ. 41
3, સિંધવ રતાભાઇ જલાભાઇ દેવાભાઇ ઉ. 49
4, સિંધવ રંજનબેન રતાભાઇ ઉ. 40
5, સિંધવ રાજાભાઇ પચાણભાઇ ઉ. 60

30 Sep 2020, 6:15 AM (GMT)

COVID-19 Global Stats

33,844,343 Total Cases
1,012,665 Death Cases
25,148,403 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code