હાહાકાર@ઉ.ગુ: કાળમુખો રવિવાર, વીજળી પડતાં કુલ 5 લોકોના મોતથી ચકચાર

અટલ સમાચાર, ઉત્તર ગુજરાત ટીમ કોરોના મહામારી વચ્ચે આજે સવારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણમાં ભારે વરસાદ આવ્યો હતો. આ તરફ રવિવાર કાળમૂખો સાબિત થયો હોય તેમ આજે વીજ કરંટને કારણે ઉત્તર ગુજરાતમાં 5 લોકોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. જેમાં મહેસાણાના પઢારીયામાં 2 લોકોના વીજ કરંટથી મોત થયા હતા. આ સાથે
 
હાહાકાર@ઉ.ગુ: કાળમુખો રવિવાર, વીજળી પડતાં કુલ 5 લોકોના મોતથી ચકચાર

અટલ સમાચાર, ઉત્તર ગુજરાત ટીમ

કોરોના મહામારી વચ્ચે આજે સવારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણમાં ભારે વરસાદ આવ્યો હતો. આ તરફ રવિવાર કાળમૂખો સાબિત થયો હોય તેમ આજે વીજ કરંટને કારણે ઉત્તર ગુજરાતમાં 5 લોકોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. જેમાં મહેસાણાના પઢારીયામાં 2 લોકોના વીજ કરંટથી મોત થયા હતા. આ સાથે ભિલોડાના માંકરોડા, મોડાસાના નાંદીસણ અને ધનસુરાના બીલવાણીયા ગામે 1-1 મળી ઉત્તર ગુજરાતમાં કુલ ચાર લોકોના મોત થતાં ચકચાર મચી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણામાં વીજળી પડતાં 2 ના મોત

મહેસાણાના પઢારીયા ગામે ફોરેસ્ટ વિભાગ દ્રારા વૃક્ષ કટીંગની કામગીરી દરમ્યાન પાંચ કામદારો પર વીજળી પડી હોવાનું સામે આવ્યુ છે. વીજળી પડતાં બે લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હતા. જોકે અન્ય ત્રણ લોકોને તાત્કાલિક સારવાર અર્થે મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હાહાકાર@ઉ.ગુ: કાળમુખો રવિવાર, વીજળી પડતાં કુલ 5 લોકોના મોતથી ચકચાર

પ્રાથમિક તપાસમાં કોન્ટ્રાક્ટર દ્રારા વૃક્ષ કટીંગનું કામ ચાલુ હતુ તે દરમ્યાન આ ઘટના બની હતી. આ ઘટનામાં 23 વર્ષીય રમણજી દિવનજી ઠાકોર અને 25 વર્ષીય દિલીપજી ઠાકોરનું મોત થયું હતું. તો જગાજી લક્ષમજી ઠાકોર (36 વર્ષ), અશોકજી નવગણજી ઠાકોર (25 વર્ષ) અને પરબતજી ઉદયજી ઠાકોર (23 વર્ષ)ને ગંભીર ઈજાઓ થતા તેમની સારવાર ચાલુ છે

ભિલોડામાં વીજળી પડતાં 1 મોત

અરવલ્લી જીલ્લાના ભિલોડાના માંકરોડાના શ્રદ્ધા બંગ્લોઝમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા નિવૃત્ત આર્મી જવાન સુરેશભાઈ થાવરાજી ગામેતી પશુઓ ચરાવવા ગયા હતા. આ દરમ્યાન વીજળી પડતા મોત નિપજતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. નિવૃત્ત આર્મી જવાનની લાશને ભિલોડા કોટેજ હોસ્પિટલમાં મોકલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

હાહાકાર@ઉ.ગુ: કાળમુખો રવિવાર, વીજળી પડતાં કુલ 5 લોકોના મોતથી ચકચાર

મોડાસામાં વીજળી પડતાં 1 મોત

અરવલ્લી જીલ્લાના મોડાસાના નાંદીસણ ગામે ખેતરમાં બળદ બાંધવા ગયેલા જયંતી ભાઈ સોમાભાઈ પગી (ઉં.વર્ષ-25) પર વીજળી પડતા ખેતરમાં જ ઢળી પડતા પરિવારજનો અને લોકો ખેતરમાં દોડી ગયા હતા. વીજળી પડવાથી યુવકનું મોત નિપજતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. પોલીસે મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ધનસુરામાં પણ વીજ કરંટની 1 મોત

અરવલ્લી જીલ્લાના ધનસુરા પંથકના બીલવાણીયા ગામે રહેતા ગીતાબેન ઉર્ફે ભાવનાબેન કિરીટ ભાઈ પરમાર નામની 45 વર્ષીય મહિલાનું ઘર નજીક પાણીની મોટર નજીક કામકાજ કરી રહ્યા હતા. ભેજવાળી જગ્યા હોવાથી વીજપ્રવાહ ઉતરતા તેમને વીજકરંટ લાગતા મોત નીપજ્યું હતું ધનસુરાના ખિલોડીયા ગામ નજીકથી સાસરીમાં જવાનું કહી બે દિવસ પહેલા નીકળેલ શખ્શની લાશ મળી આવતા ધનસુરા પોલીસે તાપસ હાથધરી હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી.