હાલાકી@અંબાજી: વરસાદથી ભેખડો ધસી, વાહનચાલકો માટે મુસાફરી કઠિન

અટલ સમાચાર, અંબાજી (રીતીક સરગરા) ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ છે. કલાકોમાં ભારે વરસાદને પગલે અંબાજી-દાંતા હાઇવે પર ભેખડ ધસી પડી હતી. માર્ગ પર વૃક્ષોના ડાળા પડતાં વાહનચાલકો માટે મુસાફરી અત્યંત મુશ્કેલીજનક બની છે. હાઇવેને ફોર વે બનાવવાનું ચાલું હોઇ કામગીરી પણ વિલંબમાં પડી છે. દાંતા પંથકમાં મેઘમહેર વધતાં માર્ગો પર અસર થઈ
 
હાલાકી@અંબાજી: વરસાદથી ભેખડો ધસી, વાહનચાલકો માટે મુસાફરી કઠિન

અટલ સમાચાર, અંબાજી (રીતીક સરગરા)

ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ છે. કલાકોમાં ભારે વરસાદને પગલે અંબાજી-દાંતા હાઇવે પર ભેખડ ધસી પડી હતી. માર્ગ પર વૃક્ષોના ડાળા પડતાં વાહનચાલકો માટે મુસાફરી અત્યંત મુશ્કેલીજનક બની છે. હાઇવેને ફોર વે બનાવવાનું ચાલું હોઇ કામગીરી પણ વિલંબમાં પડી છે.

હાલાકી@અંબાજી: વરસાદથી ભેખડો ધસી, વાહનચાલકો માટે મુસાફરી કઠિન

દાંતા પંથકમાં મેઘમહેર વધતાં માર્ગો પર અસર થઈ છે. અંબાજી હાઇવે પર ભેખડ ધસી ગયા બાદ દોડધામ મચી ગઇ હતી. આ દરમ્યાન ઘડીભર માર્ગ પર ટ્રાફિક અવરોધિત થયો હતો. આગામી સમયમાં ભાદરવી પુનમનો મેળો આવતો હોઇ માર્ગ પરિવહન યુધ્ધના ધોરણે સુરક્ષિત કરવું પડશે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ભારે વરસાદથી અંબાજી-દાંતા માર્ગ ઉપર કેટલાક વૃક્ષો પણ ધરાશાયી થાય છે. આથી જોખમી વૃક્ષો પહાડ ઉપરથી દૂર કરવાની માંગ થઈ રહી છે. ભાદરવી પુનમનો મહામેળાની તૈયારી ચાલતી હોઇ રાજ્યભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે સલામતી સૌથી વધુ મહત્વની બની છે.