આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, અરવલ્લી

રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમો લાગુ થતાની સાથે લાઇસન્સ તેમજ PUC સેન્ટર પર દોડધામ મચી ગઇ છે. જેમાં અરવલ્લી જિલ્લામાં અપૂરતી વ્યવસ્થાને કારણે માત્ર 5 જ પીયુસી સેન્ટર હોવાનું સામે આવ્યુ છે. જેનાથી જીલ્લાભરના વાહનચાલકોની રજૂઆત સામે માર્ગ પરિવહન સહિતનું વહીવટી તંત્ર વામણું સાબિત થઇ શકે છે. પાંચેય પીયુસી સેન્ટર ઉપર વાહનચાલકોની કતારો બરોબરની અકળાવી રહી છે.

ઉત્તર ગુજરાતના નાનકડા એવા અરવલ્લી જિલ્લામાં PUC કઢાવવા માટે વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. સવારથી વાહનો લઇને પીયુસી સેન્ટર પહોંચી સર્ટીફીકેટ મેળવવા કાગડોળે રાહ જોવાઇ રહી છે. જોકે વાહનચાલકોને પોતાનો નંબર ક્યારે આવશે તે સવાલ વચ્ચે અનેક પ્રકારે મુંઝવણો ઉભી થઇ છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, આખા જીલ્લામાં માત્ર મોડાસામાં 3, ભિલોડામાં 1 અને બાયડમાં 1 સેન્ટર મળી ગણીને 5 જ પીયુસી સેન્ટર હોવાથી હાલાકી વધી છે.

અરવલ્લી જિલ્લાના કુલ છ તાલુકા પૈકી મેઘરજ, માલપુર અને ધનસુરા તાલુકામાં એકપણ પીયુસી સેન્ટર ન હોવાથી હાડમારી વધી છે. ત્રણેય તાલુકાના વાહનચાલકોને બાકીના ત્રણ તાલુકામાં ધક્કો બન્યો છે. આ સાથે અન્ય ત્રણ તાલુકામાં પણ માત્ર પાંચ પીયુસી સેન્ટર હોવાથી છ તાલુકાના લાખો વાહનચાલકો માટે પાંચ પીયુસી સેન્ટર અપુરતા બન્યા છે. આવી સ્થિતિમાં સુધારેલા કાયદા સામે તંત્ર પુર્વ તૈયારી વગર નિષ્ફળ ગયુ હોવાનો સવાલ સૌથી મોટો બન્યો છે.

01 Oct 2020, 3:41 AM (GMT)

COVID-19 Global Stats

34,251,878 Total Cases
1,020,216 Death Cases
25,492,287 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code