શાકમાર્કેટની જૂની અને ખુલ્લી જગ્યા
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, ભાભર

કોરોના મહામારી અને ભર ચોમાસે ભાભર શાકમાર્કેટને લઇ ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ભાભરમાં અગાઉ લાખોના ખર્ચે બનાવેલ નવિન શાકમાર્કેટનું લોકાપર્ણ કરવા છતાં પણ બંધ હાલતમાં છે. જેથી ભર ચોમાસે નાના શાકભાજીવાળા વેપારીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે સ્થાનિકોમાં એક ચર્ચા મુજબ આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં આ શાકમાર્કેટ શરૂ થઇ શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ભાભરમાં આશરે છએક મહિના પહેલાં લાખોના ખર્ચે બનાવેલાં શાકમાર્કેટનું લોકાપર્ણ કરવામાં આવ્યુ હતુ. જોકે હજી સુધી તે શાકમાર્કેટ શરૂ નહીં થતાં અનેક મુશ્કેલી સર્જાઇ છે. વિગતો મુજબ ભાભર શહેરમાં ચોમાસાના વરસાદ વચ્ચે નવિન શાકમાર્કેટ હોવા છતાં નાના શાકભાજીવાળાઓ ખુલ્લામાં બેસવા મજબૂર બન્યા છે.

સરેરાશ 6 થી 7 મહિના પહેલાં લાખોના ખર્ચે બનાવેલ શાકમાર્કેટ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ભાભર નગરપાલિકાની સામે ખાડિયામાં પંડિત દિનદયાલ ઉપાધ્યાય શાકમાર્કેટનું લોકાર્પણ થયાને આશરે પાંચથી છ મહિના વિતી ચૂક્યા છે. જોકે હજી સુધી આ શાકમાર્કેટ શરૂ કરવામાં નહીં આવતાં લોકો અને સ્થાનિક શાકભાજીવાળાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આજથી સરેરાશ 6 થી 7 મહિના પહેલાં લાખોના ખર્ચે બનાવેલ શાકમાર્કેટ

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code