આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા (ભીખાભાઇ પરમાર)

મહેસાણા શહેરના પરા વિસ્તારનો માર્ગ અત્યંત જર્જરીત હોવાથી નવિન બનાવવા માંગ ઉઠી છે. પરા વિસ્તારના માર્ગ પર ઠેર-ઠેર ખાડાં પડતા અત્યંત બિસ્માર હોવાનુ સામે આવ્યુ છે. ભુર્ગભ ગટરની કામગીરીને લઇ જર્જરીત થયેલ આ માર્ગ પુનઃ ક્યારે બનશે તેની શહેરીજનો કાગડોળે રાહ જોઇ રહ્યા છે. રાહદારીઓ અને વાહનચાલકો માટે અત્યંત મહત્વનો પરાથી કસ્બા જતો માર્ગ જર્જરીત હોવાથી રાજકીય એપી સેન્ટર મહેસાણા માટે અયોગ્ય હોવાનુ મનાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

મહેસાણા શહેરમાં પરા ટાવરથી કસ્બા જતો માર્ગ છેલ્લા કેટલાક દિવસોથી અત્યંત બિસ્માર બન્યો છે. જેને લઇ શહેરીજનો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોમાં આક્રોશ છે કે, જવાબદાર પાલિકાએ અગાઉ આ વિસ્તારમાં ભુર્ગભ ગટરની કામગીરી કરી ત્યારે આ માર્ગ અસરગ્રસ્ત થયો હતો. આથી પાલિકાએ તાત્કાલિક અસરથી નવિન બનાવવાની દિશામાં આગળ વધવુ જોઇએ. માર્ગ બનાવવાને લઇ પાલિકાના સત્તાધિશો વિસ્તારના રહીશો સાથે ઓરમાયું વર્તન રાખતા હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મહેસાણાના પરાટાવરનો જર્જરીત માર્ગ સુરક્ષાને લઇ પણ ચેતવણીરૂપ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ સાથે રોડની બંને સાઇડો પણ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. પરાટાવરથી શાકમાર્કેટ અને કસ્બા તરફ જતા આ માર્ગમાં રોજીંદા સ્વરૂપે હજારો નગરજનો અને વાહનચાલકો પસાર થાય છે. સ્થાનિકોની માંગ છે કે, બિસ્માર માર્ગને તાત્કાલિક અસરથી રીપેર કરવા કે નવિન બનાવવા તંત્ર કામગીરી કરે તો આ સમસ્યાનું સમાધાન થઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code