હાલાકી@સુઇગામ: ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણી માટે વલખાં

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) કોરોના વાયરસને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે સુઇગામ પંથકમાં વધુ એક મુશ્કેલીના કારણે લોકોના હાલ બેહાલ થયા છે. ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણીનો કકળાટ શરૂ થઇ જતાં લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. સુઇગામ તાલુકાના ગામે કોઇ કારણસર સંપમાં(અંડરગ્રાઉન્ડ ટાંકીમાં) પુરવઠાની લાઇનનું પીવાનું પાણી બંધ હોવાનું સામે આવ્યુ છે. ઉનાળાની
 
હાલાકી@સુઇગામ: ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણી માટે વલખાં

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

કોરોના વાયરસને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે સુઇગામ પંથકમાં વધુ એક મુશ્કેલીના કારણે લોકોના હાલ બેહાલ થયા છે. ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણીનો કકળાટ શરૂ થઇ જતાં લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. સુઇગામ તાલુકાના ગામે કોઇ કારણસર સંપમાં(અંડરગ્રાઉન્ડ ટાંકીમાં) પુરવઠાની લાઇનનું પીવાનું પાણી બંધ હોવાનું સામે આવ્યુ છે. ઉનાળાની ગરમી વચ્ચે મહિલાઓને ખેતરોમાંથી પાણી ભરવાની નોબત બની છે. એક તરફ કોરોનાનો ભય અને બીજી તરફ પીવાનું પાણી નહિ મળવાથી પંથકના લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ ભભુકી ઉઠ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હાલાકી@સુઇગામ: ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણી માટે વલખાં

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ તાલુકાના ડાભી ગામે ઉનાળાની શરૂઆતમાં પીવાના પાણીની રામાયણ શરૂ થઇ છે. છેલ્લા 10 દિવસથી મોકાણ સર્જાતા ગ્રામજનોને પીવાના પાણી માટે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. એકબાજુ નર્મદાની કેનાલોમાં પાણી બંધ કરાતાં ખેતરોમાં સ્થાયી વસવાટ કરતા લોકોને પાણી માટે પરેશાની વેઠવી પડી રહી છે. ત્યાં ડાભી ગામના ગ્રામજનોને પણ પીવાના પાણી માટે રીતસર વલખાં મારવાં પડી રહ્યાં છે. જેને લઇ ઘરનું કામ પડતું મૂકી મહિલાઓ અને નાના બાળકો ગામથી બબ્બે કી.મી.દૂર ખેતરોમાં બનાવાયેલા હેડપમ્પનું પાણી લાવવા મજબુર બન્યા છે.

શું કહે છે ગામના સરપંચ ?

સમગ્ર મામલે ડાભીના સરપંચ દાનસંગભાઈ રાવલે જણાવ્યું કે, ગામના પીવાના પાણીના સંપમાં(અંડરગ્રાઉન્ડ ટાંકીમાં) છેલ્લા 10 દિવસથી પાણી પુરવઠાની લાઈનનું પાણી બંધ હોઈ સંપ કોરોધાકોર છે. આ અંગે અમો લાઈનમેન અને પાણી પુરવઠાના અધિકારીઓને અઠવાડિયાથી ફોન કરી પાણી માટે રજુઆત કરીએ છીએ પણ કોઈ ધ્યાન આપતા નથી. જેથી ગ્રામજનોને પાણી માટે રીતસરનો રઝળપાટ કરવો પડી રહ્યો હોય ગ્રામજનો અને ખાસ કરીને મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

હાલાકી@સુઇગામ: ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણી માટે વલખાં

શું કહે છે ભાભર પાણી પુરવઠા અધિકારી ?

આ અંગે ભાભર પાણી પુરવઠા અધિકારી પ્રતિકભાઈએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, કટાવ એક નંબરના બોરમાંથી પાણી પહોંચાડાય છે. પરંતુ જાન્યુઆરી મહિનામાં બોરનો કેબલ ચોરાઈ ગયો હોવાથી બોર બંધ છે. નવીન કેબલ આવ્યો ન હોવાથી થોડી-ઘણી પાણીની સમસ્યા રહેશે. ટુંક સમયમાં નવીન કેબલ લાવી બોર ચાલુ કરાવી દઇશુ.

શું કહે છે ઓપરેટર ?

સમગ્ર મામલે ઓપરેટર મકવાણાએ જણાવ્યું કે, કેટલાક ગેરકાયદેસર કનેક્શનો હોવાથી ડાભી સુધી પાણી પહોંચતું નથી. નર્મદા કેનાલમાં મોટર નાખેલ હતી તે પણ કેનાલ બંધ હોવાથી હાલ મોટર બંધ છે.