હલ્લાબોલ@ભાજપઃ સદસ્યને સસ્પેન્ડ બાદ પાટણમાં ધડાધડ રાજીનામા, શક્તિપ્રદર્શન

અટલ સમાચાર, મહેસાણા પાટણ જિલ્લા પંચાયતના મૂળ ભાજપી સદસ્ય શંકર કટારીયાને સસ્પેન્ડ કરતા રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે. સભ્યના સમર્થનમાં શંખેશ્વર પંથકમાંથી ભાજપ કાર્યકરોના ધડાધડ રાજીનામા પડી રહ્યા છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે 100 જેટલી ગાડીઓના કાફલા સાથે સ્થાનિક આગેવાનો પાટણ ભાજપ કાર્યાલયે પહોંચી હલ્લાબોલ મચાવવા જઈ રહ્યા છે. જેનાથી પાટણ ભાજપમાં શક્તિપ્રદર્શન
 
હલ્લાબોલ@ભાજપઃ સદસ્યને સસ્પેન્ડ બાદ પાટણમાં ધડાધડ રાજીનામા, શક્તિપ્રદર્શન

અટલ સમાચાર, મહેસાણા

પાટણ જિલ્લા પંચાયતના મૂળ ભાજપી સદસ્ય શંકર કટારીયાને સસ્પેન્ડ કરતા રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે. સભ્યના સમર્થનમાં શંખેશ્વર પંથકમાંથી ભાજપ કાર્યકરોના ધડાધડ રાજીનામા પડી રહ્યા છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે 100 જેટલી ગાડીઓના કાફલા સાથે સ્થાનિક આગેવાનો પાટણ ભાજપ કાર્યાલયે પહોંચી હલ્લાબોલ મચાવવા જઈ રહ્યા છે. જેનાથી પાટણ ભાજપમાં શક્તિપ્રદર્શન થઈ શકે છે.

Video:

પાટણ જિલ્લા પંચાયતની શંખેશ્વર બેઠક પરથી અવાર-નવાર ચુંટાતા શંકર કટારીયા છેલ્લા કેટલાક સમયથી ભાજપની રાજનીતિ સામે નારાજ હતા. કોંગ્રેસમાંથી આવેલા સભ્યોને જિલ્લા પંચાયત સોંપી દેતા ભાજપમાંથી ચુંટાયેલા લાલઘૂમ બન્યા હતા. જેના ભાગરૂપે શંકર કટારીયા પક્ષ વિરોધી હોવાનુ માની ભાજપે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. જેની સામે શંકર કટારીયા કાર્યકરો સાથે પાટણ ભાજપ કાર્યાલયે 500થી વધુના રાજીનામા આપવા જઈ રહ્યા છે.

હલ્લાબોલ@ભાજપઃ સદસ્યને સસ્પેન્ડ બાદ પાટણમાં ધડાધડ રાજીનામા, શક્તિપ્રદર્શન

સૂત્રોએ જણાવ્યું હતું કે, શંકર કટારીયા છેલ્લી 5 ટર્મથી જિલ્લા પંચાયત બેઠક જીતી રહ્યા હોવાછતાં ભાજપે સસ્પેન્ડ કર્યા છે. જેની સામે શંખેશ્વર આસપાસના ભાજપ કાર્યકરો નારાજ બની ધડાધડ રાજીનામા આપી રહ્યા છે. આટલુ જ નહી બપોરે 12 વાગ્યાના સુમારે સરેરાશ 100 જેટલી ગાડીઓના કાફલા સાથે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચી રહ્યા છે. જેનાથી પાટણમાં વગર ચુંટણીએ રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે.

ભાજપના પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ સામે ગંભીર આક્ષેપો

હલ્લાબોલ@ભાજપઃ સદસ્યને સસ્પેન્ડ બાદ પાટણમાં ધડાધડ રાજીનામા, શક્તિપ્રદર્શન

સ્થાનિક ભાજપ કાર્યકરોએ જણાવ્યું હતું કે, અગાઉ વિધાનસભાની ચુંટણીમાં પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ ટિકીટ લેવા ઈચ્છતા હતા. હારીજ-ચાણસ્મા વિધાનસભા બેઠક માટે મોટાભાગના કાર્યકરોએ દિલીપ ઠાકોરનુ નામ સુચવતા કે.સી.પટેલ નારાજ બન્યા છે. જેની ભડાશ અમારા વિરુદ્ધ કાઢી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાવ્યા છે. જેનો ભાંડો આજે જિલ્લા કાર્યાલયે ફોડવામાં આવશે.

હલ્લાબોલ@ભાજપઃ સદસ્યને સસ્પેન્ડ બાદ પાટણમાં ધડાધડ રાજીનામા, શક્તિપ્રદર્શન

રાધનપુર વિધાનસભા બેઠક ઉપર અસર થશે

સૂત્રોએ જણાવ્યું હતું કે, શંખેશ્વર પંથકમાં શંકર કટારીયાના સમાજવાળા અનેક ગામો છે. જેમાં મતદારોની સંખ્યા વધુ હોઈ આવનારી રાધનપુર વિધાનસભા ચુંટણીમાં મોટી અસર થાય તેવી સંભાવના છે. ભાજપ તરફથી ઉમેદવાર જાહેર થવાની સંભાવના જોતા સ્થાનીક કાર્યકરે સંભવિત ઉમેદવારને ફોન કરી વિગતો જણાવતા રાજકીય ગરમાવો વધી ગયો છે.