હલ્લાબોલ@દેશ: દિલ્હીમાં કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતનો વિરોધ, બંગાળમાં રેલવે ટ્રેક બ્લોક

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે આજે દિલ્હી-હરીયાણા બોર્ડર નજીક કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેને લઇને દિલ્હી-હરિયાણા બોર્ડર પર કડક સુરક્ષા કર દેવામાં આવી છે અને ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. હરિયાણામાં પણ ઘણી જગ્યાએ ખેડુતોને રોકવા માટે પોલીસે સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દીધી છે. આ
 
હલ્લાબોલ@દેશ: દિલ્હીમાં કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતનો વિરોધ, બંગાળમાં રેલવે ટ્રેક બ્લોક

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે આજે દિલ્હી-હરીયાણા બોર્ડર નજીક કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેને લઇને દિલ્હી-હરિયાણા બોર્ડર પર કડક સુરક્ષા કર દેવામાં આવી છે અને ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. હરિયાણામાં પણ ઘણી જગ્યાએ ખેડુતોને રોકવા માટે પોલીસે સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દીધી છે. આ સાથે બંગાળ સહિત અનેક ભાગમાં આજે ટ્રેડ યુનિયન તરફથી પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

હલ્લાબોલ@દેશ: દિલ્હીમાં કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતનો વિરોધ, બંગાળમાં રેલવે ટ્રેક બ્લોક

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દિલ્હી-હરિયાણા બોર્ડ પર ભારે સુરક્ષા તહેનાત કરવામાં આવી છે. અહીં પણ ડ્રોન કેમેરાથી પ્રદર્શન પણ નજર રાખવામાં આવી રહી છે. હરિયાણામાં પણ કરનાલની પાસે પોલીસ બેરિકેડિંગ કરી છે. પંજાબના અંદાજે 30 ખેડૂત સંગઠનો આજે દિલ્હીમાં ધરણા કરવાની વાત કહી છે. હરિયાણા, પંજાબ બોર્ડરથી બુધવારેના રોજ ખેડૂતોએ દિલ્હી કૂચ કરી હતી. ખેડૂતોએ પોતાના પ્રદર્શનને સૂત્ર આપ્યું છે, ઘેરા ડાલો, ડેરા ડાલો. દિલ્હી સિવાય દેશના બીજા ભાગમાં ખેડૂતોને સમર્થન મળી રહ્યું છે. ગુરૂવારના રોજ બંગાળમાં અંદાજે 21 ખેડૂત સંગગઠન પ્રદર્શન કરી રહ્યાં છે અને ખેડૂતોની માગણીઓને સમર્થન કરશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ખેડૂતોના વિરોધ પ્રદર્શન પર હવે રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ વાડ્રાએ ટ્વિટ કરી લખ્યું છે કે ખેડૂતોને સમર્થન મૂલ્ય છીનવી લેનારા કાયદાના વિરોધમાં ખેડૂતોનો અવાજ સાંભળવાના બદલે ભાજપા સરકાર તેમના પર પાણીનો મારો ચલાવી રહી છે. ખેડૂતો પાસેથી બધુ છીનવી લેવામાં આવી રહ્યું છે અને ધનવાનમિત્રોની થાળીમાં સજાવીને બેંક, લોન માફી, એરપોર્ટ તેમજ રેલવે સ્ટેશન આપવામા આવી રહ્યાં છે.

આ સાથે બંગાળ સહિત અનેક ભાગમાં આજે ટ્રેડ યુનિયન તરફથી પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બંગાળમાં લેફ્ટ યુનિયનોએ ખેડૂતોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કર્યું છે. આ સાથે જ નવા લેબર લોનો વિરોધ કર્યો છે. કોલકતા, નોર્થ 24 પરગણમાં લેફ્ટ ટ્રેડ યુનિયનના કાર્યકર્તાઓએ રેલવે ટ્રેકને બ્લોક કરી દીધો અને સૂત્રોચ્ચાર કર્યા. આ પ્રદર્શન કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા લો સામે છે સાથે જ ખેડૂતોના પક્ષમાં છે.