હડકંપ@કાંકરેજ: ખેતરમાં ત્રાટકી LCBની ટીમ, એકસાથે 32 જુગારીઓ ઝડપાયા, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, શિહોરી કાંકરેજમાં બનાસકાંઠા LCBની ટીમે જુગાર લગત રેઇડ કરી એકસાથે 32 ઇસમોને રંગેહાથે ઝડપી પાડતાં હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ બનાસકાંઠા LCB ટીમ જુગાર લગત પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી આધારે કાર્યવાહી કરી છે. જેમાં સ્થળ પરથી એકસાથે 32 ઇસમોએ જુગાર રમતાં રંગેહાથે ઝડપી પાડ્યા છે. આ સાથે ઇસમો પાસેથી રોકડ
 
હડકંપ@કાંકરેજ: ખેતરમાં ત્રાટકી LCBની ટીમ, એકસાથે 32 જુગારીઓ ઝડપાયા, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, શિહોરી

કાંકરેજમાં બનાસકાંઠા LCBની ટીમે જુગાર લગત રેઇડ કરી એકસાથે 32 ઇસમોને રંગેહાથે ઝડપી પાડતાં હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ બનાસકાંઠા LCB ટીમ જુગાર લગત પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી આધારે કાર્યવાહી કરી છે. જેમાં સ્થળ પરથી એકસાથે 32 ઇસમોએ જુગાર રમતાં રંગેહાથે ઝડપી પાડ્યા છે. આ સાથે ઇસમો પાસેથી રોકડ રકમ અને 27 મોબાઇલ સહિત કુલ કિ.રૂ.1,31,620નો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરૂધ્ધ શિહોરી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા SP તરૂણ દુગ્ગલે જીલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI હાર્દિકસિંહ પરમાર અને PSI આર.જી.દેસાઇના માર્ગદર્શન હેઠળ PSI એસ.જે.દેસાઇની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન LCBની ટીમને ખાનગી બાતમી મળી હતી કે, ધનેરા (કાંકરેજ ગામની સીમમાં) કિરણ પટેલ (રહે.કરણપુર,તા.બેચરાજી) અને રાજાભાઇ રબારી (રહે.ધનેરા,તા.કાંકરેજ) રાજાભાઇના ખેતરમાં હોલ બનાવી અંદર ગંજીપાના વડે જુગાર રમાડે છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાસે ચોક્કસ બાતમી હોઇ તાત્કાલિક સ્થળ પર રેઇડ કરતાં જુગારીઓમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે LCBએ કોર્ડન કરી 32 ઈસમોને ઝડપી પાડ્યા હતા. આ સાથે ઇસમો પાસેથી રોકડ રકમ કિ.રૂ.30,820 મોબાઈલ નંગ-27 કિ.રૂ.87,000 પ્લાસ્ટિકના જગ ટેબલ ખુરશી કિ.રૂ.13,700 અને પ્લાસ્ટિકના કોઇન સાથે કુલ મુદ્દામાલ કિ.રૂ.1,31,620નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ તરફ તમામ ઇસમો વિરૂધ્ધ શિહોરી પોલીસ મથકે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.