હનુમાનદાદા પર રાજકારણઃ દલિત, મુસલમાન, આદિવાસીથી હવે ચાઈનીઝ ગણાવી દીધા

અટલ સમચાાર, ડેસ્ક દેશમાં હાલ ભગવાન હનુમાનને લઇને વાદ વિવાદ ચાલી રહ્યો છે અને તેમની ચર્ચાનો વિષય હાલ જાતિને લઇને છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી દરમિયાન હનુમાનને દલિત ગણાવ્યા હતા. ત્યારબાદ તેમની જાતિને લઇને રાજનૈતિક નિવેદનબાજી શરૂ થઇ ગઇ છે. કોઇ તેમને દલિત, કોઇ તેમને મુસલમાન ગણાવી રહ્યું છે અને હવે એક સાંસદે
 
હનુમાનદાદા પર રાજકારણઃ દલિત, મુસલમાન, આદિવાસીથી હવે ચાઈનીઝ ગણાવી દીધા

અટલ સમચાાર, ડેસ્ક

દેશમાં હાલ ભગવાન હનુમાનને લઇને વાદ વિવાદ ચાલી રહ્યો છે અને તેમની ચર્ચાનો વિષય હાલ જાતિને લઇને છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી દરમિયાન હનુમાનને દલિત ગણાવ્યા હતા. ત્યારબાદ તેમની જાતિને લઇને રાજનૈતિક નિવેદનબાજી શરૂ થઇ ગઇ છે. કોઇ તેમને દલિત, કોઇ તેમને મુસલમાન ગણાવી રહ્યું છે અને હવે એક સાંસદે તેમને ચીની ગણાવ્યા છે.

સાંસદ કીર્તિ આઝાદે હનુમાનજીને ચીની ગણાવ્યા હતા. દરેક જગ્યાએ એવી અફવાહ ઉડાવી રહ્યા છે કે ચીની લોકો દાવો કરી રહ્યા છે કે હનુમાનજી ચીની હતા. જ્યારે બીજેપી સાંસદ ઉદિત રાજે હનુમાનને આદિવાસી ગણાવ્યા. હનુમાનની જાતિને લઇને રાજકારણી અલગ અલગ ટિપ્પણીઓ કરી રહ્યા છે.

આમણે હનુમાનને મુસલમાન કહ્યા

બીજેપી ધારાસભ્ય બુક્કલ નવાબે હનુમાનજીની જાતિને લઇ કહ્યું હતું કે, હનુમાન મુસ્લિમ હતા. એટલા માટે મુસલમાનોના નામ રહમાન, રમજાન, ફરહાન, સુલેમાન, સલમાન, કુર્બાન પર રાખવામાં આવે છે. બીજેપીના આ ધારાસભ્ય બુક્કલ નવાબે હનુમાનને દલિત ગણાવતા વિવાદ ઉદભવ્યો હતો.

હનુમાનની જાતિને લઇને સૌથી પહેલા યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપ્યું હતું. તેમણે અલવર ખાતે ચૂંટણીસભામાં ભાષણ દરમિયાન હનુમાનને દલિત ગણાવ્યા હતા. તેમણે હનુમાનનને વનવાસી, વંચિત અને દલિત ગણાવ્યા હતા. તેમના આ નિવેદન બાદ રાજનીતિમાં જોરદાર વિરોધ શરૂ થયો હતો. અને હવે રાજકારણીઓ સસ્તી પ્રસિદ્ધી મેળવવા અલગઅલગ નિવેદનો આપી રહ્યા છે.