આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

બનાસકાંઠા જીલ્લાના અંબાજી ધામ સાથે સાબરકાંઠા જીલ્લામાં પણ માં અંબા બિરાજમાન છે. ભાદરવી પુનમ દરમ્યાન ખેડબ્રહ્મા ખાતે પણ ભક્તોનું ઘોડાપુર આવ્યુ છે. આ દરમ્યાન સાબરકાંઠા એસપી પરિવાર સાથે દર્શન કરવા પહોચ્યાં હતા. જેમાં જીલ્લા પોલીસ વતી માં અંબાને લાંબી ધજા ચડાવી ભક્તિમય માહોલમાં રંગાયા હતા. માં અંબાના ચરણોમાં આવેલા એસપી ધાર્મિક હોવાની છાપ ઉભી થતાં સ્થાનિકોમાં આનંદની લાગણી વધી છે.

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં માં અંબાનું પૌરાણિક મંદીર આવેલુ છે. આથી આજે પુનમના દિવસે માતાજીના આશીર્વાદ લેવા એસપી પરિવાર સાથે દોડી ગયા હતા. આ દરમ્યાન સ્થાનિકો અને અન્ય ભક્તોમાં સૌહાર્દનું વાતાવરણ બન્યુ હતુ. એસપી ચૈતન્ય માંડલિકે માતાજીને ધજા ચડાવતી પોલીસ ટીમનું નેતૃત્વ લીધું હતુ. જીલ્લા પોલીસ સ્ટાફે પણ લાંબી ધજા માં અંબાને ચડાવી આશીર્વાદનો લાભ લેતા માહોલ અત્યંત ધાર્મિક બની ગયો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મૂળ મહારાષ્ટ્રના વતની ચૈતન્ય માંડલિક ધાર્મિક અને સામાજીક બાબતે શરૂઆતથી જ હકારાત્મક છે. આથી પુનમના દિવસે માં અંબાના દર્શન કરવાની લાગણી ઉભી થતાં પત્નિ સાથે પહોચ્યાં હતા. ઉલ્લેખનિય છે કે, એસપી ચૈતન્ય માંડલિકે માં અંબાના દર્શન કરી જીલ્લામાં સુરક્ષા વ્યવસ્થા જળવાઇ રહે અને તમામ સુખી બને તેવી પ્રાર્થના કરી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code