આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસને લઈને દક્ષિણ કોરિયામાં હેરાન પમાડતો ટ્રેન્ડ સામે આવ્યો છે. હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદ દર્દીઓ ફરીથી કોરોના વાયરસનો શિકાર બની રહ્યા છે. શુક્રવારે આવા 91 દર્દીઓ સામે આવ્યા હતા, જેઓ સંપૂર્ણ સાજા થયા બાદ ફરીથી કોરોના સંક્રમિત થયા હતા. કોઈને સમજમાં નથી આવી રહ્યું કે આવું શા માટે થઈ રહ્યું છે. દક્ષિણ કોરિયાના ડૉક્ટરો પણ આ નવા ટ્રેન્ડથી પરેશાન છે. અત્યાર સુધી આ દેશમાં કોરોનાની બીમારીમાંથી આશરે સાત હજાર જેટલા લોકો સાજા થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દક્ષિણ કોરિયાની ગુરો હૉસ્પિટલના પ્રોફેસર વૂ-જૂનું કહેવું છે કે આ તો ફક્ત શરૂઆત છે. હાલ 91 કેસ ફરીથી કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે, પરંતુ આ સંખ્યા આગામી દિવસોમાં વધી શકે છે. અહીંના વધુ એક ડૉક્ટરનું માનવું છે કે, શક્ય છે કે દર્દીઓ બીજી વખત સંક્રમિત થયા ન હોય પરંતુ તેમના શરીરમાં પહેલાથી જ હયાત વાયરસ ફરીથી સક્રિય થયા હોય.

એટલું જ નહીં દક્ષિણ કોરિયાના એક નિષ્ણાતનું માનવું છે કે એવું પણ શક્ય છે કે ટેસ્ટિંગ કીટમાં કોઈ ગડબડ થઈ હોય. હાલમાં આ અંગે દક્ષિણ કોરિયાના ડૉક્ટરો અલગ અલગ મત વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ આ અંગે એકદમ ગળે ઉતરે એવો પુરાવો રજૂ કરી શક્યા નથી. દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 211 લોકોનાં મોત થયા છે. શુક્રવારે 27 નવા કેસ સામે આવ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં અહીં કોરોનાના કેસ સામે આવ્યા હતા. અત્યાર સુધી 10,450 કેસ સામે આવી ચુક્યા છે. દક્ષિણ કોરિયામાં એક ધાર્મિક આયોજન બાદ અહીં કોરોનાનો ફેલાવો થયો હતો. જે બાદમાં તે આયોજનમાં સામેલ 2.12 લાખ લોકોને ઓળખી તેમની વ્યક્તિગત જાણકારી એકઠી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે બાદમાં દરેક વ્યક્તિનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code