આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

લોકસભા ચૂ઼ટણી પહેલા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણી પર નિવેદન કરતા જણાવ્યું હતું કે, હું વિજય રૂપાણીને મુખ્યમંત્રી તરીકે માનતો જ નથી. આ ક્લીયર વાત છે. ભલે એ પછી સંવૈધાનિક પદ પર બેઠા હોય અને મારા આ નિવેદન પછી એમને જે કરવું હોય એની છૂટ છે. પણ હું એમને મુખ્યમંત્રી નથી માનતો એનું કારણ છે કે, પહેલી વાત આવા ભાષાનો તેઓ ઉપયોગ ન કરી શકે. બીજીવાત શહીદ જવાનોના પરિવાર વિશે તેમને આવી જ ભાષાનો ઉપયોગ કરતા કહ્યું હતું કે, શહીદ જવાનોના પરિવાર પણ બાલાકોટ હુમલા પર શંકા કરે તો તે પણ પાકિસ્તાની છે.

હાર્દિક પટેલે કહ્યું કે, આ બાબતે શત્રુઘ્ન સિન્હાએ સારી વાત કરી હતી કે, દેશ માટે બોલુ તો તમે બાગી કહો તો હું બાગી છું. હું અમિત શાહને જ મુખ્યમંત્રી માનું છું. આ આખી રમત ચેસની રમત છે. ચેસમાં પાછળ રાજા હોય અને આગળ શું હોય એ બધાને ખબર છે.હાર્દિકે વધુ ઉમેર્યુ હતુ કે, અમે શા માટે અલગાવવાદી, તમારી સામે લડ્યા એટલા માટે અમે અલગાવવાદી ?

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હાર્દિક પટેલનું આંદોલન થયું તેના 10 દિવસ પછી અલ્પેશ ઠાકોરનું આંદોલન થયુ. આજ દિન સુધી અલ્પેશ ઠાકોર પર કેટલી FIR છે અને હાર્દિક પટેલ પર કેટલી FIR છે ? હાર્દિક પટેલ તમારી સામે ખુલ્લા દિલથી બોલે છે એટલે હાર્દિક પટેલ અલગાવવાદી.

તાજેતરમાં અમદાવાદના એક ગાર્ડનમાં હાર્દિકનો વિરોધ થયો હતો તેને અનુલક્ષી તેને ઉમેર્યુ હતુ કે, એક ગાર્ડનની અંદર અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ ઉભા હોય તો વિરોધ હાર્દિક પટેલનો જ થાય છે. અમે લડીએ છીએ અલગાવવાદી. આ લોકોને અલગાવવાદી ન પસંદ હોય તો વચમાં અલગાવવાદીઓની કાશ્મીરમાં સિક્યોરિટી લઇ લીધી હતી, તો પાછી કેમ આપી. જે યુવાન સરકાર સામે લડે એ અલગાવવાદી અને તમારા ખોળામાં બેસે તો રાષ્ટ્રભક્ત અને તમારી સામે બોલે તો દેશદ્રોહી. અમે ખેડૂતોની વાત કરી હતી. યુવાનોની વાત કરી હતી અને અમે કહીએ છીએ નાના બાળકોને સારું શિક્ષણ આપોને.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code