જસદણ પેટાચૂંટણીમાં ભાજપને નુકશાન કરાવી શકે છે આ યુવા ત્રિપુટી

અટલ સમાચાર, રાજકોટ પાંચ રાજયના પરિણામ બાદ ભાજપ વિચાર-વિર્મશ કરવા મજબુર બન્યુ છે ત્યારે રાજકોટની જસદણ પેટાચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની છે. જસદણમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં જાણવા મળ્યુ છે કે હવે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી પણ ચૂંટણી પ્રચાર માટે ઉતરવાના છે. કોંગ્રેસના
 
જસદણ પેટાચૂંટણીમાં ભાજપને નુકશાન કરાવી શકે છે આ યુવા ત્રિપુટી

અટલ સમાચાર, રાજકોટ

પાંચ રાજયના પરિણામ બાદ ભાજપ વિચાર-વિર્મશ કરવા મજબુર બન્યુ છે ત્યારે રાજકોટની જસદણ પેટાચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની છે. જસદણમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં જાણવા મળ્યુ છે કે હવે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી પણ ચૂંટણી પ્રચાર માટે ઉતરવાના છે.

કોંગ્રેસના રાધનપુર ધારાસભ્ય અલ્પેશ ઠાકોર 18 તારીખ જસદણ પહોંચી પાર્ટી માટે નહી પણ મતદાન જાગૃતિ માટે પ્રચાર કરશે. તો વડગામના ધારાસભ્ય અને અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણી અને પાસ કન્વીનર હાર્દિક પટેલ પણ મતદાન જાગૃતિ માટે જસદણની મુલાકાત લેશે. જસદણ પાસના આગેવાનોએ મામલતદાર કચેરીએ પહોંચીને મતદાન જાગૃતિ માટે રેલી યોજવાની મંજૂરી માંગી છે.

ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં આ ત્રિપુટીએ ભાજપ વિરુદ્ધ પ્રચાર કર્યો હતો અને તેનુ નુકશાન ભાજપને ભોગવવુ પડ્યુ હતુ. ત્યારે ફરી એકવાર આ ત્રિપુટી જસદણની પેટાચૂંટણીમાં પણ પ્રચાર માટે જવાની છે.