આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

ઉત્તર ગુજરાતની ચાર લોકસભા અને ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સાથે અનેક ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. તેમાં કેટલાક ઉમેદવારો ઠાકોર સેનાના સમર્થકો જ્યારે કેટલાક પાટીદાર આંદોલનનાં ટેકેદારો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના મતોમાં ગાબડું પડી શકે છે. આનાથી અલ્પેશ અને હાર્દિકની સમાજમાં પકડ ઢીલી પડી ગયાનું ચિત્ર બન્યું છે.

ઉત્તર ગુજરાતમાં ઠાકોર અને પાટીદાર મતો ભાજપ અને કોંગ્રેસને ધારે તો જીતાડે અથવા હરાવી શકે છે. હવે આ બન્ને સમાજના આંદોલનકારી નેતાઓ કોંગ્રેસમાં જોડાયેલા હોવાથી ભાજપ ચિંતામાં છે. આવી સ્થિતિમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા લોકસભા બેઠકમાં કોંગ્રેસને જીત સરળ લાગી રહી છે.

જોકે હકીકત એવી સામે આવી છે કે, ચાર લોકસભા બેઠક અને ઊંઝા વિધાનસભાની પેટાચૂંટણીમાં ઠાકોરસેના અને પાટીદાર આંદોલનની વિચારસરણીના સમર્થકોએ ઉમેદવારી કરી દીધી છે. જેનાથી હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની સ્વાભાવિક રીતે અવગણના થઇ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સુત્રોએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવારોને નુકસાન થવાની ભીતિ વચ્ચે હજુ સુધી હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે કોઈ રસ લીધો નથી. જ્યારે બીજી તરફ સ્થાનિક આંદોલનકારી આગેવાનો ભાજપની ચાલથી ઉમેદવારી કરાવવામાં આવી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.

આવી પરિસ્થિતિ વચ્ચે આંદોલન સામે બગાવત કે પછી રાજનીતિક ચાલ હોવા વચ્ચે ગુંચવણ વધી છે. જોકે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની પકડ હવે પહેલા જેવી છે કે કેમ તે અંગે સવાલોને ભળ મળ્યું છે.

19 Oct 2020, 10:12 AM (GMT)

COVID-19 Global Stats

40,585,135 Total Cases
1,121,834 Death Cases
30,313,323 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code