ગાંધીનગર: અમિત શાહ સામે મેદાનમાં ઉતરવા હાર્દિક પટેલને કટાક્ષ !

અટલ સમાચાર, ગિરીશ જોશી ગાંધીનગર લોકસભા બેઠકના જૂનાં જોગી અડવાણીને સાઈડ કરી ભાજપ અધ્યક્ષે હુકમનો એક્કો લગાવ્યો છે. અમિત શાહનું નામ જાહેર થતાં જ તેમની સામે હાર્દિક પટેલને મેદાનમાં ઉતરવા કટાક્ષ અને સલાહની ટિપ્પણીઓ વધી ગઈ છે. આંદોલન દરમિયાન અમિત શાહે અત્યાચાર કર્યાના આક્ષેપ બાદ હાર્દિક પટેલને ગાંધીનગરમાં ઉમેદવારી કરવા જણાવાઈ રહ્યું છે. પાટીદાર અનામત
 
ગાંધીનગર: અમિત શાહ સામે મેદાનમાં ઉતરવા હાર્દિક પટેલને કટાક્ષ !

અટલ સમાચાર, ગિરીશ જોશી

ગાંધીનગર લોકસભા બેઠકના જૂનાં જોગી અડવાણીને સાઈડ કરી ભાજપ અધ્યક્ષે હુકમનો એક્કો લગાવ્યો છે. અમિત શાહનું નામ જાહેર થતાં જ તેમની સામે હાર્દિક પટેલને મેદાનમાં ઉતરવા કટાક્ષ અને સલાહની ટિપ્પણીઓ વધી ગઈ છે. આંદોલન દરમિયાન અમિત શાહે અત્યાચાર કર્યાના આક્ષેપ બાદ હાર્દિક પટેલને ગાંધીનગરમાં ઉમેદવારી કરવા જણાવાઈ રહ્યું છે.

પાટીદાર અનામત આંદોલનની અમદાવાદ ખાતેની જનસભા વિખેરી નાખવામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહની ભૂમિકા હોવાના આક્ષેપ આંદોલનકારીઓ દ્વારા થયા હતા. આથી લોકસભા ચૂંટણી માટે ગાંધીનગર બેઠકના ઉમેદવાર જાહેર થયા બાદ હાર્દિક પટેલને અમિત શાહ સામે મેદાનમાં ઉતરવા સોશ્યલ મીડિયા મારફતે દબાણ થઇ રહ્યું છે.

સુત્રોએ જણાવ્યું હતું કે, અમિત શાહ અને હાર્દિક પટેલ પાર્ટીની રીતે પણ એકબીજાના કટ્ટર વિરોધી હોવાથી આંદોલનકારી પાટીદારો અને સંબંધિતો બંનેને ચુંટણી જંગમાં સામસામે જોવા ઈચ્છતા હોવાનું બહાર આવી રહ્યું છે.