૧૦ ટકા અનામત મોદીની લોલીપોપ હશે તો હું ખુલ્લેઆમ વિરોધ કરીશ : હાર્દિક

અટલ સમાચાર,ડેસ્ક કેન્દ્રીય કેબિનેટના સવર્ણોને 10 ટકા અનામત આપવાના નિર્ણયને લઈ ગુજરાતમાં પાટીદારો માટે અનામતનું આંદોલન કરનારા પાસના હાર્દિક પટેલે નિવેદન આપતાં કહ્યું છે કે, જો 10 ટકા અનામત લાગુ થશે તો ચોક્કસ હું તેને આવકારીશ. અને જો આ નરેન્દ્ર મોદીની લોલીપોપ હશે તો હું તેમનો ખુલ્લેઆમ વિરોધ કરીશ. હાર્દિક પટેલે જણાવ્યું કે, જો 10
 
૧૦ ટકા અનામત મોદીની લોલીપોપ હશે તો હું ખુલ્લેઆમ વિરોધ કરીશ : હાર્દિક

અટલ સમાચાર,ડેસ્ક

કેન્દ્રીય કેબિનેટના સવર્ણોને 10 ટકા અનામત આપવાના નિર્ણયને લઈ ગુજરાતમાં પાટીદારો માટે અનામતનું આંદોલન કરનારા પાસના હાર્દિક પટેલે નિવેદન આપતાં કહ્યું છે કે, જો 10 ટકા અનામત લાગુ થશે તો ચોક્કસ હું તેને આવકારીશ. અને જો આ નરેન્દ્ર મોદીની લોલીપોપ હશે તો હું તેમનો ખુલ્લેઆમ વિરોધ કરીશ.

હાર્દિક પટેલે જણાવ્યું કે, જો 10 ટકા અનામત આ બંધારણીય રીતે લાગુ નહીં થાય તો મોદી સાહેબે લોકોને નવી લોલીપોપ આપી છે. સમગ્ર દેશમાં સવર્ણ સમાજનો ઉગ્ર વિરોધ વધી રહ્યો છે તેને ડામવાનો આ પ્રયાસ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ કે ગુજરાત હોય જે વિસ્તારોમાં બ્રાહ્મણો કે રાજપૂત એમના વિરોધમાં. ગુજરાતમાં પટેલ સમાજ તેમના વિરોધમાં છે તેને ડામવાનો આ પ્રયાસ હોઈ શકે છે. પણ જ્યાં સુધી ઠરાવ નહીં વાંચું ત્યાં સુધી તેની ખબર નહીં પડે.
હાર્દિકે કહ્યું કે, 10 ટકા અનામત માટે કયો ફોમ્યૂલા શું છે તે જોવું પડશે? કયા કયા સમાજને સમાવવામાં આવ્યા છે તે જોવું પડશે? બંધારણીય હશે કે ગેરબંધારણીય હશે તે જોવું પડશે. આર્થિક આધારે આપી છે કે સામાજિક આધારે આપી છે તે પણ ચેક કરવું પડશે. કેબિનેટના ઠરાવને પણ સમજવો પડશે. સામાજિક, રાજકીય અને આર્થિક આ ત્રણેય પાસાઓને જોવા પડશે.