આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

આજે અમદાવાદ ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક શરૂ કરવામાં આવી છે. જેમાં પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ વિધિવત કોંગ્રેસમાં જોડાઈ જશે. કોંગ્રેસમાં જોડાતાની સાથે જ હાર્દિકને પાર્ટીમાં જવાબદારી મળવા સાથે લોકસભા ચૂંટણીમાં ઉતારવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે હાર્દિક દેશભરમાં ચૂંટણી પ્રચારમાં જશે.

હાર્દિક પટેલ અને કોંગ્રેસનું એકબીજાને મળવું સંજોગો સિવાય જરૂરિયાતો પણ છે. બંને એકબીજાની અપેક્ષાઓ સંતોષવા આજની બેઠકમાં સમર્થન જાહેર કરશે. હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાયા બાદ બે મહત્વની જાહેરાતો સામે આવશે. જેમાં પાર્ટીમાં પ્રદેશ કે કેન્દ્રીય સ્તરની જવાબદારી અને જામનગર કે અન્ય લોકસભા બેઠકના ઉમેદવાર બનાવવાના સંકેતો આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ કોંગ્રેસ ગઠબંધનની પાર્ટીઓના આગેવાનોને મળી દેશભરમાં ઉભરી આવવા મથી રહ્યો છે. આવા સંજોગોમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ હાર્દિક પટેલને ગુજરાત સહિત નજીકના પ્રદેશમાં ચૂંટણી સભા ગજવવા જવાબદારી આપી શકે છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code