આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,અમદાવાદ

રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ:. ધરા તો રસહીન નથી થઇ પણ ‘નૃપ’ જરૂર દયાહીન, સંવેદનહીન, સત્વહીન અને માનવતાહીન થયો છે. નહિતર, આ કાળો કોપ હોય ? ખેડૂતો મરી રહ્યા છે : હાર્દિક પટેલ

 

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ૨૦ ડીસેમ્બરના રોજ ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિના પગલે અમરેલી જીલ્લાના ભોજલધામ તાલુકાએથી ખેડૂત વેદના પદયાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રાની શરૂઆત વખતે જ હાર્દિકએ જણાવ્યું હતું કે અમરેલી થી શરૂ થયેલી આ પદયાત્રામાં સૌનો સાથ સૌનો અધિકાર. રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ:. ધરા તો રસહીન નથી થઇ પણ ‘નૃપ’ જરૂર દયાહીન, સંવેદનહીન, સત્વહીન અને માનવતાહીન થયો છે. નહિતર, આ કાળો કોપ હોય ? ખેડૂતો મરી રહ્યા છે સાહેબ, આ તાયફાઓ છોડો!

આજે આ ખેડૂત વેદના યાત્રાનો ત્રીજો દિવસ છે. જયારે ત્રીજા દિવસના પ્રારંભે ખેડૂતોને સંબોધિત કરીને હાર્દિક પટેલે યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ગુજરાતમાં હાર્દિક પટેલે આ યાત્રા દરમ્યાન ખેડૂતોની દેવામાફી, ખેડૂતોને પાકના ટેકાના ભાવ, ખેડૂતોને વીમો આપો અને ખેડૂતોને સમયસર ૨૪ કલાક વીજળી આપવાની માંગ બુલંદ કરશે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code