આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા ખાખી હરકતમાં આવી ગઈ છે. છેલ્લા  ત્રણ દિવસમાં જ નાસતા-ફરતા ત્રણ આરોપીઓને દબોચી લઈ ખાખીનો અસલ દમ બતાવ્યો છે.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહીતિ મુજબ  બળાત્કાર ના ગુન્હા માં છેલ્લા બે વર્ષ થી નાસતા ફરતા આરોપી ને કોયડા તા કડી ગામે થી આજરોજ પકડી પાડતી પેરોલ ફર્લો સ્‍કોર્ડ પોલીસ મહેસાણા*

મહેસાણા પોલીસ અધિક્ષકશ્રી નિલેશ જાજડીયાની કડક સુચના આધારે ફરાર પેરોલ ફલો સ્‍કોર્ડના PSI કે.ડી.બારોટ, ASI કિરીટભાઈ, હેડ કોન્સ્ટેબલ ભાનુભાઈ,  અને નરેન્દ્રસિંહ સહિતના પોલીસ જવાનો વોચમાં હતા. આ દરમિયાન બાતમી મળી કે બે વરસથી ભાગતો બળાત્કારનો આરોપી ઠાકોર મહેશજી દશરથજી ડાયાજી રહે.હાલ કોયડા, તા.કડી મુળ રહે.મહરાજપુરા,તા કડી,જી મહેસાણાવાળો નજરે ચડ્યો છે. જેથી  બાતમીવાળી જગ્યા મોરબી જીલ્લાના હળવદ તાલુકાના જુના ઇસનપુર ગામે બોર ઉપર ખેતી કામ કરી રહેતો હતો. જેથી પોલીસે કોયડા ગામેથી ઝડપી લીધો હતો. આ અંગે ગુનો  નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે,  સળંગ ૩ દિવસમા ૨ વર્ષ,  ૬ વર્ષ અને બુધવારના રોજ ૨ વર્ષથી નાસતા-ફરતા આરોપી ઝડપ્યા છે.  જેમાં ચોરી સહિત સગીર પરના બળાત્કારીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code