આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

ખેડુતોને કૃષિ અને સંલગ્ન વિષયો પર વૈજ્ઞાનિક તેમજ આધુનિક ખેતી પધ્ધતિ અંગેનું માર્ગદર્શન અને માહિતી મળી રહે એ માટે એગ્રીકલ્ચરલ ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી(આત્મા) દ્વારા તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત હારીજ તાલુકાના જુના માંકા ગામ ખાતે કિસાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

જુના માંકા ગામના જ પ્રગતિશીલ ખેડૂતના ખેતરમાં આયોજીત કિસાન ગોષ્ઠીમાં નિવૃત કૃષિ તજજ્ઞ મુકેશભાઈ દેસાઈ દ્વારા જમીનની તંદુરસ્તીની જાળવણી તથા રવિ પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. જમીનની સમયાંતરે ચકાસણી કરાવવા, સેન્દ્રિય ખાતરના ઉપયોગમાં વધારો કરવા તથા પાક ફેરબદલી દ્વારા જમીનની તંદુરસ્તીની જાળવણી માટે માહિતી આપવામાં આવી હતી. નર્મદાના પાણીનો વિવેકપૂર્ણ તથા કરકસરયુક્ત ઉપયોગ કરવા આધુનિક સૂક્ષ્મ પિયત પદ્ધતિઓ દ્વારા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી જમીનની ગુણવત્તા જાળવવાની સાથે વધુ સારો પાક મળે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

આ કિસાન ગોષ્ઠીમાં સિંચાઈ માટે નર્મદાના પાણીઆવવાથી ક્રોપીંગ પેટર્ન બદલાતા બાગાયતી ખેતી અપનાવવા તથા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મળતી જુદી જુદી યોજનાકીય સબસીડીની માહિતી આપીને ખેડૂતોને તેનો મહત્તમ લાભ લેવા જણાવવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત અછતના સમયમાં પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહે તે માટે સાઈલેજ પદ્ધતિના નિદર્શન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

એગ્રીકલ્ચરલ ટૅક્નોલોજી મૅનેજમેન્ટ એજન્સી (આત્મા) દ્વારા પ્રગતિશીલ ખેડૂત ખાનસિંહ વાઘેલાના ફાર્મ પર યોજાયેલી કિસાન ગોષ્ઠીમાં હારીજ તાલુકાના બાગાયત અધિકારીશ્રી અમિતભાઈ દેસાઈ, રિલાયન્સ ફાઉન્ડેશનના મુકેશભાઈ દેસાઈ, સરદાર સરોવર નિગમના નાયબ ખેતી નિયામક નિનામા, આત્મા યોજનાના હારીજના અધિકારી-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code