હારીજઃ અમરતપુરા વિસ્તારમાંથી 56,000નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો
અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર) પાટણ જિલ્લાના હારીજમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની ગેરકાયદેસર વેચાણ કરતા આરોપીને પોલીસે ઝડપી લીધો છે. તેની પાસેથી 345 વિદેશી દારૂની બોટલ સહિત 56 હજારનો મુદ્દામાલ કબ્જે લઈ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર હારીજના અમરતપુરા વિસ્તારમાં બાતમી આધારે રેડ કરી હતી. બાતમીવાળી જગ્યા બુડાના નેળીયાથી
Jun 17, 2019, 13:30 IST

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર)
પાટણ જિલ્લાના હારીજમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની ગેરકાયદેસર વેચાણ કરતા આરોપીને પોલીસે ઝડપી લીધો છે. તેની પાસેથી 345 વિદેશી દારૂની બોટલ સહિત 56 હજારનો મુદ્દામાલ કબ્જે લઈ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર હારીજના અમરતપુરા વિસ્તારમાં બાતમી આધારે રેડ કરી હતી. બાતમીવાળી જગ્યા બુડાના નેળીયાથી ઠાકોર મંગળજી કરણાજી રહે.હારીજ અમરપુરા તા.હારીજવાળો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખ્યો હતો. આ જગ્યાએ વધુ તપાસ કરતાં ભારતિય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલો નંગ.૩૪૫ કિમત રૂ.૫૬,૦૨૦/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો. સાથે તેનુ ગેરકાયદેસર વેચાણ કરતો આરોપી ઠાકોર મંગળજી કરણાજીની અટક કરી તેના વિરુધ્ધ હારીજ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.