આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ

પોલીસ અધિક્ષક(ઇન્ચાર્જ) એચ.કે.વાઘેલાએ પાટણ જીલ્લામાં દારૂ/જુગારની બદી નેસ્તનાબુદ કરવાની કરેલ સુચના આધારે પાટણ એલ.સી.બી. સ્ટાફના પોલીસ સબ ઈન્સ્પેક્ટર વાય.કે.ઝાલા, એ.એસ.આઇ. ભાણજીજી, હેઙ.કોન્સ. ભરતસિંહ, કિર્તીસિંહ, પો.કો. કુલદીપકુમાર, જીતેન્દ્રકુમાર, રોહિતકુમાર માણસો સાથે પેટ્રોલીંગ માં હતા.

આ દરમ્યાન સાથેના અ.પો.કોન્સ. રોહિતકુમાર લક્ષ્મણભાઇને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે હારીજ અમરતપુરા વિસ્તારમા બુડાના નેળીયાથી અમરતપુરામા આવતા પહેલા રસ્તેથી અંદર જતા જમણા હાથ ઉપર આવેલ છાણના ઉકેડા ની બાજુમાં આવેલ અંડરગ્રાઉન્ડ ગટરની કુંડીમાં ઠાકોર મંગળજી કરણાજી રહે.હારીજ અમરતપુરા તા.હારીજવાળાએ ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખેલ છે.

એલસીબીએ બાતમીને પંચો સાથે સદરી જગ્યાએ રેઇડ કરતા ગે.કા. વગર પાસ પરમીટનો ભારતિય બનાવટના વિદેશી દારૂ ની કુલ બોટલો નંગ.189 કિમત રૂ.26,276નો મુદ્દામાલ મળી આવેલ હોઇ તેમજ આરોપી ઠાકોર મંગળજી કરણાજી રહે.હારીજ અમરતપુરા તા.હારીજ હાજર નહી મળી આવેલ હોઇ જેના વિરુધ્ધ હારીજ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code