હારીજના મુખ્ય બજારમાં ભૂગર્ભ ગટર ઉભરાતા ગંદકી વધીઃ નગરજનો રામભરોસે

અટલ સમાચાર, હારિજ હારીજના મુખ્ય બજારમાં રોડ પર ભૂગર્ભ ગટર ઉભરાતા ગંદકીવાળુ પાણી વિસ્તારમાં ફરી વળ્યું હતું. જેથી ભરચક રહેતા બજારમાં રાહદારીઓ અને વાહનચાલકોને દિવસભર ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકા વિસ્તારમાં અવાર-નવાર રસ્તા અને ગટરને લઈ પ્રશ્નો સર્જાતા નગરજનો રામભરોસે હોવાનું ચિત્ર બન્યું છે. હારિજ શહેરના માર્કેટયાર્ડ જતા મુખ્ય બજારમાં ભૂગર્ભગટરને કારણે
 
હારીજના મુખ્ય બજારમાં ભૂગર્ભ ગટર ઉભરાતા ગંદકી વધીઃ નગરજનો રામભરોસે

અટલ સમાચાર, હારિજ

હારીજના મુખ્ય બજારમાં રોડ પર ભૂગર્ભ ગટર ઉભરાતા ગંદકીવાળુ પાણી વિસ્તારમાં ફરી વળ્યું હતું. જેથી ભરચક રહેતા બજારમાં રાહદારીઓ અને વાહનચાલકોને દિવસભર ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકા વિસ્તારમાં અવાર-નવાર રસ્તા અને ગટરને લઈ પ્રશ્નો સર્જાતા નગરજનો રામભરોસે હોવાનું ચિત્ર બન્યું છે.

હારિજ શહેરના માર્કેટયાર્ડ જતા મુખ્ય બજારમાં ભૂગર્ભગટરને કારણે ગંદુ પાણી રસ્તા ઉપર ફરી વળ્યું હતું. જેથી ભરશિયાળે માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયા હોય તેવી સ્થિતિ બની જવા પામી છે.

અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલી પડી છે. વિસ્તારના દુકાનદારો અને રહીશો ગટરના ગંદા પાણીને પગલે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. આ સાથે  પાથરણાવાળાઓની  રોજી-રોટી ગુમાવવાનો વખત આવ્યો છે. હારીજ નગરપાલિકાની કામગીરી સામે નગરજનો વારંવાર રજૂઆતો કરે છે પણ પાલિકા દ્વારા આંખ આડા કાન થતા હોઈ શહેરીજનોની સમસ્યા જૈસે થે બનવા પામી છે.