હારિજ શહેરમાં ગંદકી, દબાણ અને ખરાબ માર્ગોની વ્યવસ્થા સુધારવા પાલિકા નિષ્ફળ

અટલ સમાચાર, હારિજ હારિજ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નગરજનો ગંદકી, ખાબ માર્ગો અને દબાણ જેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ભાજપના સત્તાધીશો ચુંટણીઓમાં મીઠા વચનો બોલી સત્તામાં આવ્યા બાદ ભૂલી જતા હોવાના આક્ષેપ નગરજનો લગાવી રહ્યા છે. શહેરની ભરચક બજારમાં દબાણ દૂર કરવા- ન કરવામાં મામકાવાદ થઈ રહ્યો છે. પાટમ જિલ્લાની હારિજ નગરપાલિકામાં ભાજપના નગરસેવકો
 
હારિજ શહેરમાં ગંદકી, દબાણ અને ખરાબ માર્ગોની વ્યવસ્થા સુધારવા પાલિકા નિષ્ફળ

અટલ સમાચાર, હારિજ

હારિજ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નગરજનો ગંદકી, ખાબ માર્ગો અને દબાણ જેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ભાજપના સત્તાધીશો ચુંટણીઓમાં મીઠા વચનો બોલી સત્તામાં આવ્યા બાદ ભૂલી જતા હોવાના આક્ષેપ નગરજનો લગાવી રહ્યા છે. શહેરની ભરચક બજારમાં દબાણ દૂર કરવા- ન કરવામાં મામકાવાદ થઈ રહ્યો છે.

પાટમ જિલ્લાની હારિજ નગરપાલિકામાં ભાજપના નગરસેવકો સત્તાનો સ્વાદ ચાખી રહ્યા છે તો સામે નગરજનો અનેક પ્રાથમિક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે. શહેરની મુખ્ય બજારનો માર્ગ દબાણથી સવારે 11થી સાંજના 6 દરમિયાન અત્યંત સાંકળો બની જાય છે. આ સાથે અનેક વિસ્તારોમાં ગંદકી અને ગટરના પાણી શહેરી જીવનને હાંસીપાત્ર બનાવી રહ્યા છે.

સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે શહેરના અનેક વિસ્તારોની જીંદગી તાલુકાના ગામડાઓની સરખામણીએ નીચા સ્તરની હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે વેપારીકેન્દ્ર ગણાતા હારિજ શહેરને પાલિકાના સત્તાધીશો મોડેલ શહેર બનાવવામાં નિષ્ફળ ગયા છે.